ભાજપ કરોડો રૂપિયામાં ધારાસભ્યશ્રીઓને ખરીદવાની મેલી રમત રમી રહ્યો હોવાનો આક્ષેપ કરતાં શ્રી ઠુંમર
ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સમગ્ર દેશના વિવિધ રાજયોમાં યોજાઈ રહેલી રાજયસભાની ચુંટણી સત્તાના જોરે યેનકેન પ્રકારે જીતવા ભાજપ કરોડો રૂપિયામાં ધારાસભ્યશ્રીઓને ખરીદવાની મેલી રમત રમી રહ્યો હોવાનો આક્ષેપ કરતાં શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવો માઇનસમાં બોલાઇ રહ્યા હતા ત્યારે ક્રુડ ઓઇલના ભાવોમાં ઘટાડાનો લાભ દેશની જનતાને આપવામાં નિષ્ફળ નિવડેલી મોદી સરકારે ભાજપના દલાલો મારફત ધારાસભ્યશ્રી તરીકે અમને કરવામાં આવતી ઓફરો મુજબ એક-એક ધારાસભ્યશ્રીને પચ્ચીસ – પચ્ચીસ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી રહ્યા છે. આ તમામ ખર્ચને પહોંચી વળવા કેન્દ્રની મોદી સરકારે ઓઇલ માર્કેટીંગ કંપનીઓ
HPCL, BPCL અને IOC ને પેટ્રોલ – ડીઝલની કિંમતમાં વધારો કરવાની છુટ આપી દીધી છે તેના પરિણામ સ્વરૂપે આજે સતત ત્રીજા દિવસે ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલ ના ભાવમાં વધારો ઝીંકીને આમઆદમીને જોરદાર ફટકો માર્યો છે. શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે, પહેલેથી જ મંદીનો સામનો કરી રહેલી દેશની જનતાની કોરોના વાયરસ લોકડાઉનને કારણે આર્થિક દશા અત્યંત ખરાબ થઈ ચુકી છે તેવા સમયે મોદી સરકારે પેટ્રોલ – ડીઝલના ભાવોમાં વધારો ઝીંકીને દેશની જનતાનો દ્રોહ કર્યોં છે.
શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું કે, પેટ્રોલ – ડીઝલ ના ભાવ વધારાને કારણે મોંઘવારીમાં વધારો થશે જે દેશની જનતાને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થશે.
રીપોર્ટર:
રાહુલ ડી. પરમાર
બાબરા