સંતરામપુર બ્લોક હેલ્થ કચેરી નો વહીવટ ઇન્ચાર્જ બ્લોક હેલ્થ ઓફિસર મારફતે ચાલતો હોઈ આ કચેરીનો વહીવટ કથળ્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સંતરામપુર બ્લોક હેલ્થ કચેરી નો વહીવટ ઇન્ચાર્જ બ્લોક હેલ્થ ઓફિસર મારફતે ચાલતો હોઈ આ કચેરીનો વહીવટ કથળેલ છે
આ કચેરીનો વહીવટ બ્લોક હેલ્થ ઓફિસરે કરવાનો હોય છે અને ફિલ્ડમાં પણ જવાનું હોય છે પરંતુ સંતરામપુર બ્લોક હેલ્થ કચેરી નો વહીવટ ને ફિલ્ડની કામગીરી ઇન્ચાર્જ બી.એચ.ઓ શ્રીમતી ડો.મીણાના પતિદેવ કરતા હોવાથી હકીકત બહાર આવવા પામેલ છે.
ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ નો વહીવટ કામગીરી મહિલા સરપંચને બદલે તેમના પતિદેવો ના કરે તે માટે વિભાગે સૂચનાઓ આપી છે .જો મહિલા સરપંચને બદલે તેમના પતિદેવો વહીવટ કરતાં જણાશે તો કાર્યવાહી કરવાની ગુલબાંગો પોકારાય છે.
જ્યારે સરકારના જિલ્લા પંચાયત મહીસાગર હસ્તકના આરોગ્ય વિભાગના સંતરામપુર બ્લોક હેલ્થ કચેરી ના ઈન્ચાર્જ બી .એચ.ઓ ની કામગીરી ને ફિલ્ડ વર્ક આ અધિકારીના પતિ કરતા હોવા છતાં અને તે અંગેની જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ને ડી. એચ. ઓ મહીસાગર ને જાણ કરાયેલ હોવા છતાં આવી પ્રવૃત્તિ અટકાવવા ને ઈન્ચાર્જ અધિકારી પાસેથી ચાર્જ લઇને અન્ય ને સુપ્રત કરવામાં જે આંખ આડા કાન કરાયેલ છે .તે વિષય સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલ છે
આજ રોજ ગુજરાત સરકારના પ્રિન્સી. આરોગ્ય સેક્ટરી જયંતિ રવિ ની લુણાવાડાની મુલાકાત દરમ્યાન તેમની સાથે યોજાયેલ

પ્રેસ કોન્ફરન્સમાં પણ આ સંતરામપુર બી.એચ.ઓ નો વહીવટ અધિકારી ના પતિદેવ કરતા હોવાનો મુદ્દો ઉઠેલ ને તે સંદર્ભમાં આ પ્રશ્ન જિલ્લા વિકાસ અધિકારી હસ્તક હોઈ તેઓ જોઈ લેશે ને ઘટતું કરશે તેમ જણાવતા ડી.ડી. .ઓ એ આ અંગે તપાસ કરી ઘટતું કરવા જણાવેલ હતું.
સંતરામપુર તાલુકાના નરસિંગપુર ગામે એક પોઝિટિવ કેસ આવતા આ ગામે સી ડી એચ ઓ મહિસાગર ની મુલાકાત દરમ્યાન તેમની સાથે ફિલ્ડમાં આ મહિલા બી.એચ.ઓ સંતરામપુરના પતિદેવ જોવા મળતા હતા ભૂતકાળમાં પણ આ ડો.શ્રીમતિ મીણા વિરુધ્ધ રાત્રી સભામાં પણ ને હીરાપુર માં બનેલ બનાવ અંગે જિલ્લા તંત્રને રજૂઆત કરાયેલ તેમ છતાં જિલ્લાનું તંત્ર આ અધિકારી ની કામગીરી પ્રજાલક્ષી અને માનવતા ભરેલી અને સંકલનવાળી નહીં હોવા છતાં તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરાતી નથી તે પણ એક ચર્ચાનો વિષય જિલ્લા બનેલ છે.
આ સંતરામપુર ઇન્ચાર્જ બ્લોક હેલ્થ ઓફિસર સંબંધી રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી અને પ્રિન્સી સ્રેક્રેટરી આરોગ્ય વિભાગને પણ તાત્કાલિક તપાસ કરવાને પગલાં ભરવા રજૂઆત કરેલ છે

સંતરામપુર ઇન્દ્રવદન વ પરીખ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTછોટાઉદેપુર માં માહેશ્વરી સમાજ દ્વારા માહેશ્વરી ઉત્પત્તિ દિવસ – મહેશ નવમી ની પોતાના ઘરે સાદાઈ થી ઉજવણી કરાઈ
OLDER POSTનેશનલ હાઇવે ઉપર માંચ ગામના પાટીયા પાસે આનંદ હોટલ પાછળ આવેલ શેરડીના ખેતરમાંથી પાંચ જુગારીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

COMMENTS

Wordpress (0)
Disqus (0 )