જિલ્લા પંચાયત નર્મદાના શિક્ષણ સમિતિના અધ્યક્ષ અમીનાબેન વલવીએ દેડીયાપાડા નાયબ કાર્યપાલક ઇજનેરને નવાગામ થી ચીખલી સુધીના રસ્તાની ગુણવત્તા બાબતે પત્ર લખ્યો
નિરીક્ષણ દરમિયાન એજન્સી દ્વારા એકદમ હલકી ગુણવત્તાવાળુ કરેલું હોવાનું માલુમ પડયું
હાલ નર્મદા માં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સરકારે કેટલાક નિયમોને આધીન વિકાસના કામો શરૂ કર્યા છે પણ આવા કામો ગુણવત્તા જળવાઈ ન હોવા ઉપરાંત વેઠ ઉતારાતી હોવાની ફરિયાદ પણ ગ્રામજનો દ્વારા ઉઠવા પામી છે. આ અનુસંધાને જિલ્લા પંચાયત નર્મદાના શિક્ષણ સમિતિના અધ્યક્ષ અમનાબેન વલવી દેડીયાપાડા નાયબ કાર્યપાલક ઇજનેરને નવાગામ થી ચીખલી સુધીના રસ્તાને ગુણવત્તા બાબતે પત્ર લખ્યો છે
જેમાં જણાવ્યું છે કે નવાગામ થી ચીખલી સુધીનો રસ્તો રિસરફેસિંગ કરનાર એજન્સીએ રસ્તાનું કામ હાથ પર લીધું છે ચોમાસા પહેલા આ કામ પૂરું કરવાનું હોવાથી આ કામ એજન્સી દ્વારા એકદમ હલકી ગુણવત્તાવાળુ કરેલું હોવાનું માલુમ પડયું છે. ગ્રામજનોએ પણ આ તકલાદી કામ બાબતે ધ્યાન દોરેલ છે તેથી તરત જ નાખેલ ડામર ઉખડી ગયેલા દેખાય છે. આ બાબતે વારંવાર રજૂઆત કરેલી છે, રજૂઆત કરવા છતાં બેધ્યાન બની ને તકલાદી કામો કરેલા છે. તો તાત્કાલિક બાકી પડેલા ટુકડા તથા ઊડી ગયેલા કામોને રિપેર કરવા ભલામણ કરી છે. અને એવી પણ તાકીદ આપી છે કે જો ના કરે તો આગળની કાર્યવાહી કરવા પણ જણાવતા બોગસ કામો કરનાર એજન્સી ઓમાન ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોએ આવા તકલાદી કામ કરનાર સામે પગલા લેવાની પણ માંગ કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા