આબુધાભી થી આવેલા પ્રવાસી મિલન પટેલ આદર્શ નિવાસી શાળામાં સંડાશ બાથરૂમ સહિતની સારી સુવિધા ન હોવાની ફરિયાદ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જોકે આબુધાભી થી આવેલા પ્રવાસી મિલન પટેલ આદર્શ નિવાસી શાળામાં સંડાશ બાથરૂમ સહિતની સારી સુવિધા ન હોવાની ફરિયાદ કરી.
જો કે ડો.કશ્યપે એ જણાવ્યું કે આ લોકો હોટેલ જેવી એસી, ફ્રીજ વગેરેની સુવિધા માંગે છે જે અહીં શક્ય નથી, બાકી રહેવા જમવાની સુવિધા અમે કરી છે
એમે નેગેટિવ છીએ છતાં અમે ફેસેલીટી કોરન્ટાઇન શા માટે ?
રાજપીપળા, તા. 28
આબુ આબુધાબી થી ગુજરાતના પ્રવાસીઓને રાજપીપળા આદર્શ નિવાસી શાળા માં 133 પ્રવાસીઓને ફેસેલીટી કરાયા હતા. પણ એમાં કેટલાક પ્રવાસીઓને અહીં ની સુવિધા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં મિલન પટેલ નામના પ્રવાસીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે કોરોના નેગેટિવ છીએ છતાં અમને શા માટે ફેસેલીટી કરાયા છે. બીજું આ હોસ્ટેલમાં અમને ઉતારો આપ્યો છે, એમાં સંડાશ બાથરૂમ ની સુવિધા સારી નથી તો બીજી તરફ કેટલાક પ્રવાસીઓને અહીં ની સુવિધા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. અને સારી અને પૂરતી સુવિધા હોવાનું જણાવ્યું હતું જો કે આ અંગે જણાવ્યું હતું કે અમે અહીં તમામ અબુધાબીથી આવનાર 133 પ્રવાસીઓને રહેવા-જમવાની તમામ સારી સુવિધા આપી છીએ, પણ કેટલાક લોકો હોટલ જેવી એસી,ફ્રીજ વગેરેની સુવિધા માંગે છે, જે અહીં શક્ય નથી, બાકી એક ભાઈને અમદાવાદ થી વડોદરા જવુ હતું પણ તે જઈ શક્યા નથી તેથી ત્યાંનો ગુસ્સો અહીં ની સુવિધા પર ઉતારે છે. તે યોગ્ય નથી એમ ડો. કશ્યપે જણાવ્યું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTમાગૅ-મકાન વિભાગના જવાબદાર લોકો જજૅરીત પુલને જોવા ફરક્યા પણ નથી
OLDER POSTનર્મદા કોરોના વોરીયર્સ પર રાજકીય દબાણ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )