રાજપીપળામાં આજથી વિવિધ વિસ્તારોમાં પાંચ દિવસ સુધી આયુર્વેદિક ઉકાળા ના વિતરણ નો થયો પ્રારંભ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કોરોનાવાયરસ સામે રક્ષણ મેળવવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનો પ્રયાસ.
રાજપીપળામાં આજથી વિવિધ વિસ્તારોમાં પાંચ દિવસ સુધી આયુર્વેદિક ઉકાળા ના વિતરણનો પ્રારંભ થયો છે કોરોનાવાયરસ રક્ષણ મેળવવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે નો સત્યતા પ્રયાસ જિલ્લા કલેકટર મનોજ કોઠારી અને જિલ્લા વિકાસ અધિકારી ડો.જીન્સી વિલિયમના માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક કચેરી રાજપીપલા અને જિલ્લા પંચાયત નર્મદા દ્વારા શરૂ થયો છે.
કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે “
આયુર્વેદિક ઉકાળો સમગ્ર રાજપીપલાના દરેક વોર્ડ- વિસ્તાર માં આવતીકાલ તા.25.05.20 થી સતત 5 દિવસ સુધી તા.29.05.20 સુધી સમય સવારે 8.30 થી 10.00 વાગ્યા સુધી વિતરણ કરવામાં આવશે. જે ઉકાળો સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપલા દ્વારા તેઓના સમાજ ની વાડીમાં બનાવી અને સ્વામી વિવેકાનંદ ગ્રુપ, શ્રીજી મેડિકલ સ્ટોર ના રાજેન્દ્રભાઈ પટેલ અને ટીમ, અને રોટરી કલબ ઓફ રાજપીપલા થી વિતરણ ની કામગીરી કરવામાં આવી હતી. જેની આજ રોજથી જિલ્લા આયુર્વેદિક અધિકારી અને ડૉ. સેજલ ગાંધી ના માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક ઉકાળો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે રાજપીપળાના વિવિધ લતાઓમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTરાજપીપળા સહિત નર્મદા માં હીટવેવ ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવતો તાપમાનનો પારો.
OLDER POSTસાગબારા તાલુકામાં મનરેગા યોજના હેઠળ 31 ગ્રામ પંચાયતોમાં સુજલામ સુફલામ અંતર્ગત અને જમીન સંરક્ષણની કામગીરીનો પ્રારંભ.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )