અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ સોના સમાન કપાસની ભરપૂર આવક આવી રહી છે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જયારે સમગ્ર દેશમાં કોરોના વાયરસ નો કહેર છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉના મા થોડી રાહત આપવામાં આવી છે ત્યારે જિલ્‍લામાં છેલ્‍લા બે દાયકાથી કપાસનું વાવેતર અને ઉત્‍પાદનનાં પ્રમાણમાં અનેકગણો વધારો થયો છે. જો કે છેલ્‍લા પાંચેક વર્ષથી ખેડૂતોને કપાસનો ભાવ યોગ્‍ય મળતો નથી છતાં પણ ખેડૂતો મજબુરીવશ દર વર્ષે કપાસનું વાવેતર કરી રહૃાાં છે. કોરોનાનાં કહેર વચ્‍ચે લાગુ થયેલ લોકડાઉનમાં ખેડૂતોએ મહામુસીબતે તૈયાર કરેલ કપાસનું વેચાણ કરવા માટે નોંધણી કરાવ્‍યા બાદ જિલ્‍લાનાં જુદા-જુદા માર્કેટયાર્ડમાં આવી રહૃાા છે. જયાં તેઓ માસ્‍ક અને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ સાથે નિયમાનુસાર કપાસનું વેચાણ કરી રહૃાાં છે. જિલ્‍લામાં કપાસનું મબલક ઉત્‍પાદન થયું છે. પરંતુ સારી ગુણવત્તાનાં કપાસનો ભાવ માત્ર ૯૦૦ થી ૧૦૦૦ અને મઘ્‍યમ ગુણવત્તાનાં કપાસનો ભાવ ૬૫૦ થી ૭૫૦ નો ભાવ આવી રહૃાો હોય ખેડૂતો મનેકમને આર્થિક તંગીથી કંટાળીને કપાસનું વેચાણ કરવા મજબુર બની રહૃાા છે.

રિપોર્ટર:-
રાહુલ ડી. પરમાર
બાબરા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTઝગડીયા જી.આઇ.ડી.સી. લેનસેક્ષ કંપનીમાં થયેલ PLATINUM CATALYST ચોરીનો ભેદ ઉકેલી ૦૩ આરોપીઓને રૂ . ૨૨,૦૦,૦૦૦ / – ( બાવીસ લાખ ) ના ચોર મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. ભરૂચ
OLDER POSTકિસાન કોગ્રેસ ના અધ્યક્ષ અને ખેડૂત આગેવાન પરના પોલીસ દમન અંગે પગલા ભરવા માંગ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )