મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ધ્વારા ભરૂચ જિલ્લાઓના ધાર્મિક – સામાજિક – સ્વૌચ્છિક સંસ્થા સાથે વિડિયો કોન્ફરન્સ
વિડિયો કોન્ફરન્સ બાદ કલેક્ટરશ્રી ધ્વારા બેઠક યોજાઈ
રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ધ્વારા રાજ્યના સ્વૈચ્છિક સંસ્થા, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ દરેક જિલ્લાઓના હોદ્દેદારો સાથે કોરોના સંદર્ભે વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી વધુમાં મુખ્યમંત્રીશ્રીએ તા.૨૧ મી થી ૨૭ મી મે દરમિયાન ચાલનાર હું પણ કોરોના વોરીયર્સ છું ઝુંબેશ બાબતે જાણકારી આપી હતી.
આ વિડિયો કોન્ફરન્સમાં આજથી શરૂ થનાર કોરોના વોરીયર્સ ઝુંબેશ અંગે “હું પણ કોરોના વોરીયર્સ છું” સંદર્ભે ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાઓના અગ્રણી – પ્રતિનિધિ, સ્વૈચ્છિક – ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, હોદ્દેદારો સાથે પરિસંવાદ યોજ્યો હતો અને લોકોમાં સામાજિક ચેતના જગાવીને કોરોના વચ્ચે નિયમ પાલન આદત બને અને ગુજરાત જીતશે, કોરોના હારશે તેવો લોક જાગૃત્તિનો સંદેશો આપવા જણાવ્યું હતું.
આ વિડિયો કોન્ફરન્સ બાદ યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ ઉપસ્થિત સૌ આગેવાનો, સામાજિક, ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ જિલ્લ-હોદ્દેદારો સાથે કોરોના(કોવિડ-૧૯) બાબતે કરેલ જનજાગૃત્તિ અંગે કોઈપણ સૂચન – માર્ગદર્શન આપી સહકાર આપવા જણાવ્યું હતું તેમજ વડીલો – બાળકો ઘરમાં રહે તેવો પણ સંદેશ આપવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, શ્રી ડી.કે.સ્વામિ, જિલ્લાના ડૉક્ટરો, ધાર્મિક સંસ્થાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.