જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતાં સાગબારા નઝીર ગુલામ રસુલ મકરાણી તથા તેમની પત્ની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતી નર્મદા પોલીસ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જિલ્લામાં સરકારી અધિકારીઓની ફરજોમાં અવરોધ ઉભો કરી તેમના ઉપર તથા ઉચ્ચ વિભાગમાં આક્ષેપો વાડી અરજીઓ કરી કાલ્પનિક બનાવો રજૂ કરી જાહેર જનતાને ઉશ્કેરવાનો ગુનો દાખલ કરાયો.
સોશિયલ મીડિયામાં વોટ્સએપ દ્વારા કાલ્પનિક વજૂદ વગરનાં બનાવો વાયરલ કરી જાહેર જનતાને ઉશ્કેરી જિલ્લામાં અશાંતિ ઊભી કરવાની પ્રવૃત્તિ કરતા બે બંને ઈસમો વિરુદ્ધ શાકબારા પોલીસે કાર્યવાહી કરતા ચકચાર.
જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતાં સાગબારા નજઝીર ગુલામ રસુલ મકરાણી તથા તેમની પત્ની સામે સાગબારા પોલીસે કાયદેસરની કાર્યવાહી નર્મદા પોલીસે કરી છે.
સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નઝીર ગુલામ રસુલ મકરાની તથા તેમની પત્ની સહેનાજ નઝીર મકરાણીનાઓએ તેઓના વૉટ્સએપ્પ થી જાહેર સુલેહ શાંતિ ભંગ કરવા બદલ સાગબારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નઝીર ગુલામ રસુલ મકરાણી (રહે, શેલંબા) વિરોધમાં તેની અસામાજિક પ્રવૃત્તિ તથા કોમવાદી માનસ ધરાવતો હોવાથી તેને નર્મદા, ભરૂચ, વડોદરામાં, સુરત, તાપી, જિલ્લામાંથી તડીપાર કરવામાં આવેલ છે. પરંતુ આ ઈસમ હાલમાં ચાલી રહેલ કોરોનાવાયરસની મહામારી અનુસંધાને તેના બદઇરાદા પાર પાડવાના હેતુ ઇલેક્ટ્રોનિક માધ્યમનો દુરુપયોગ કરી જિલ્લામાં સરકારી અધિકારીઓની ફરજોમાં અવરોધ ઉભો કરી તેમના ઉપરી તથા ઉચ્ચ વિભાગમાં આક્ષેપો વાળી અરજીઓ કરતો હોય છે. અને કાલ્પનિક બનાવો રજૂ કરી જાહેર જનતાને ઉશ્કેરે છે. તેની આ વજૂદ વગરનાં આક્ષેપો વાળી અરજીઓ સબબ અત્રેના જિલ્લાના રાજેશ પરમારના પો. અધિ રાજપીપળા વિભાગના તપાસ કરાવતા આક્ષેપો સબંધ કોઈ પણ સમર્થન ન મળતું હોય જેથી તેની અરજી ફાઇલ કરવામાં આવેલ ઇસમ પોતાના અંગત સ્વાર્થ અને પોતાના ખોટા કામો પાર પાડવા માટે તેમની પત્ની સાથે મળી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વૉટ્સએપ્પ દ્વારા કાલ્પનિક વજૂદ વગરનાં બનાવો વાયરલ કરી જાહેર જનતાને ઉશ્કેલ જિલ્લામાં અશાંતિ ઊભી કરવાની પ્રવૃત્તિ કરવાની કરતા હોય તે જેથી બંને એમ વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશન પાર્ટ -એ 0280/2020 ઇપીકો કલમ 120 (બી ), 504 (1) (બી ),177, 182, 211, 192 મુજબના ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTઅમદાવાદના હેડકોન્સ્ટેબલ કોરોના માં સારવાર દરમિયાન મોત નીપજતા નર્મદા પોલીસ છાવણીમાં ઘેરા શોકનું મોજું….
OLDER POSTનાંદોદ તાલુકાના ધાનપુર ગામની કેળાની વાડીમાં કોઈ અજાણ્યા ઈસમોએ કેળાની 15 લૂમો કાપી નાખી.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )