માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામની જી.આઇ. ડી.સી.માં કામ કરતાં શ્રમિકોએ ભોજન અને વતનમાં જવાની માંગ સાથે હાઇવે પર ચક્કાજામ કર્યો.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નઝીર પાંડોર-મોટામિયાં માંગરોળ

ડી.વાય.એસ.પી.નાં નેતૃત્વમાં સમગ્ર જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી.

૫ સહીત અન્ય ટોળાં સામે જાહેરનામાનાં ભંગ સહીતની એફ.આઇ.આર. દાખલ    

 માંગરોળ તાલુકાનાં પીપોદરા, કીમ ચારરસ્તા,પાલોદ,મોટાબોરસરા વગેરે વિસ્તારમાં જી.આઇ. ડી. સી. સહીતનાં ઉદ્યોગો કાર્યરત છે. જેમાં પરપ્રાંતિયો શ્રમિકોની સંખ્યા વધુ છે.

      કોરોનાં વાઇરસ અને ત્યારબાદ લોકડાઉનની જાહેરાતને પગલે અનેક રોજગાર ધંધા બંધ પડ્યા છે, વળી નજીકના સમયમાં આ રોજગારધંધા શરૂ થાય એવું કામ કરતાં શ્રમિકોને લાગતાં આ  લોકો પોતાનાં વતનમાં જવા ઉત્સુક બન્યા છે,બે દિવસ અગાઉ ૩૫૦૦ જેટલા શ્રમિકો પોતાનાં વતનમાં જવા રવાના થયા છે અને આગામી તારીખ ૨૦ નાં અન્ય ૧૬૦૦ શ્રમિકો શ્રમિક ટ્રેનમાં જનાર છે, પરંતુ સુરત શહેર અને જિલ્લામાં માત્ર ઉત્તરપ્રદેશના સાડા ત્રણ લાખ શ્રમિકો કામ કરે છે, વળી લાંબા સમયથી ફેક્ટરીઓ બંધ હોય આ શ્રમિકોએ આજે તારીખ ૧૮ મે નાં માંગરોળ તાલુકાનાં પીપોદરા જી.આઇ.ડી.સી.માં આવેલી પ્રકાશ સિનેમા ગલીની સામેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ શ્રમિકોનું ટોળું ઘસી આવ્યું હતું અને આ હાઇવે ઉપર ચક્કાજામ કરી ટ્રાફીક બંધ કરી દઈ માંગ કરતાં હતાં કે અમને ભોજનની વ્યવસ્થા કરી આપો અને અમને અમારા વતનમાં જવાની વ્યવસ્થા કરી આપો, આ બનાવની જાણ પોલીસને થતાં સુરત જિલ્લાના ડી.વાય.એસ.પી.શ્રી જાડેજા નાં નેતૃત્વમાં સમગ્ર જિલ્લાની પોલીસ, જિલ્લા એલ.સી.બી., જિલ્લા એ.સો.જી.નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરી હાઇવે ચાલુ કરાવ્યો હતો, સાથે જ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું, પોલીસે  ૨૫ સહીતનાં અન્ય ટોળાં સામે વિવિધ જાહેરનામાં ભંગ ની ફરિયાદ દાખલ કરેલ છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTબેંકો મારફતે સહકારી મંડળીઓ એ પાક ધીરાણ લઈ ખેડૂતોને આપે છે, જે દર વર્ષે મેં-જૂન માસમાં રીન્યુલ કરાવવું પડે છે.
OLDER POSTબોટાદનો યુવા કોરોના વોરિયર માનવ મહેતા.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )