50 દિવસના લોક ડાઉનમાં રાજપીપલા એસટી ડેપો દેનિક 50 લાખની આવક લેખે દોઢ કરોડની આવક ગુમાવી.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

લોકડાઉન પહેલા મુસાફરથી ધમધમતો જિલ્લાનો સૌથી મોટો રાજપીપલા એસટી ડેપોના લોક ડાઉન માં સુમસામ ભાસી રહ્યો છે.

કુલ 36 શિડ્યુલમાં દોડતી રાજપીપલા એસટી ડેપોમાં આરામ ફરમાવતી 60 બસોના પૈડા ઠપ્પ.

છેલ્લા 50 દિવસ ના લોકડાઉનમાં રાજપીપલા એસટી ડેપો હાલ બંધ છે.બે મહિના પહેલા મુસાફરોથી ધમધમતો જિલ્લાનો સૌથી મોટો રાજપીપલા એસટી ડેપોના લોકડાઉનમાં સુમસામ ભાસી રહ્યું છે. મુસાફરોથી ધમધમતા આર એસ.ટી.ડેપોમાં હાલ કોરોના લોકડાઉનને કારણે બીજા ગામ જવાની પરવાનગી ન હોવાથી અને કોઇ ચકલુંય ફરકતું નથી. કુલ 36 શિડ્યુલમાં દોડતી એસટી ડેપો માં આરામ ફરમાવતી 60 બસોને લોકડાઉનમાં હાલ ચાલુ છે. રાજપીપલા એસટી ડેપોમાં કર્ફ્યુ જેવો માહોલ છે. આ અંગે એસટી ડેપોના વહીવટી અધિકારી દેવેન્દ્ર ઠાકોરે જણાવ્યું છે, કે હાલ લોકડાઉન ચાલુ છે તેથી બસ વ્યવહાર બંધ છે હાલ લગ્ન સિઝન અને વેકેશનનો સમયગાળો છે. આ મે માસમાં સૌથી વધુ પ્રવાસીઓ મુસાફરી કરતા હોય છે પણ 50 દિવસથી લોકડાઉનને કારણે બસ વ્યવહાર બંધ છે. અને આવક રૂપિયા શૂન્ય છે. આ સીઝનમાં રોજ ની દૈનિક 5 લાખની આવક થતી હોય છે. પણ લોકડાઉનને કારણે રોજની 5 લાખની આવક ગુમાવવી પડે છે. છેલ્લા બે માસથી રાજપીપલા એસટી ડેપોના બસ સીડ્યુલ બંધ થી 50 દિવસમાં અંદાજે 2.50 કરોડની આવક ગુમાવી છે રાજપીપલા એસટી ડેપોનો ઇતિહાસ નો આ સૌથી મોટો આર્થિક લોસ છે. એસટી તંત્રને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે.
હારે લગ્ન સિઝનમાં લગ્નમાં જાન ને લઈ જવા માટે બુક કરાતી બસો આવક પણ લગ્ન સિઝન બંધ હોવાથી બંધ થઈ ગઈ છે, હાલ બે આંતરરાજય સીડ્યુલ પણ ચાલે છે. હાલમાં સરકારના આદેશ મુજબ જરૂર પડે સુરત માટે બસો મોકલવામાં આવી હતી, જે સુરત થી પરત રાજપીપળા પણ આવી ગઈ છે. હાલ રાજપીપલા એસટી ડેપોમાં સ્થાનિક અને નજીકના ડ્રાઇવર-કંડકટર તથા અન્ય કર્મચારીઓ ને હાજર રાખવામાં આવે ગમે ત્યારે જરૂર પડે તે માટે રાજપીપલા એસટી ડેપો નો સ્ટાફ તૈયાર હોવાનું જણાવ્યું છે.
કોરોના સંકટ ક્યારે દૂર થાય અપૂર્ણ બહાર ક્યારે શરૂ થાય તેની મુસાફરો કાગડોળે રાહ જોઈ રહ્યા છે બીજી તરફ ખાનગી વાહનો વ્યવહાર પણ બંધ હોવાથી વાહનચાલકોને પણ ભૂખ મરવાનો વારો આવ્યો છે. હાલે લોકડાઉનને તમામ બસોના પૈડા ઠપ્પડ કરી દીધા છે.
દૈનિક 50 લાખની આવક લેખે દોઢ કરોડની આવક ગુમાવી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTભરૂચ ના વડદલા ખાતે ફેરવવામાં આવેલ એ.પી. એમ.સી. માર્કેટના જાહેરનામાની મુદ્દતમાં જાહેર હિતમાં વધારો
OLDER POSTરાજપીપળા નગરપાલિકાના માજી પ્રમુખ ઉત્તમ મહેતાએ નગરપાલિકા વેરા વધારાના વિરોધમાં જનજાગૃતિ હેતુ પત્રિકા બહાર પાડી.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )