રાજપીપળામાં 66 કેવી સબ સ્ટેશન નું પ્રિમોન્સૂન સમારકામ માટે આજે સટ ડાઉન કરતા રાજપીપળામાં સવાર 7 થી બપોરે 2 વાગ્યા સુધી સાત કલાક વીજપુરવઠો બંધ રખાયો.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

42 ડિગ્રી ગરમીમાં લોકો રીતસરના લોકો બફાયા.
132 કેવી તિલકવાડા સબસ્ટેશન બંધ કરતા 6 કલાક તિલકવાડામાં પણ વીજ પુરવઠો બંધ રહેતાં હાય ગરમીમાં લોકો પરેશાન થયા.
રવિવારે જાહેર રજાના દિવસે અને લોકડાઉન માં ઘરો માં રહેતા રાજપીપળા અને તિલકવાડાના લોકોની ગરમીમાં કફોડી હાલત.
રાજપીપળા, તા.17
આજે રવિવારે જાહેર રજાના દિવસે અને લોક ડાઉનમાં ઘરોમાં રહેતા રાજપીપળા અને તિલકવાડા લોકો અને દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો બંધ કરી 42 ડિગ્રી માં ગરમીમાં સતત એક કલાક સુધી અસહ્ય કાળઝાળ ગરમીમાં બફાવાનોવારો આવતા લોકો પરેશાન થઈ ગયા હતા.રાજપીપળામાં 66 કેવી સબ સ્ટેશનનું પ્રિમોન્સૂન સમારકામ માટે આજે સટડાઉન કરતા રાજપીપળામાં સવાર 7 થી બપોરે 2 વાગ્યા સુધી સાત કલાક વીજપુરવઠો બંધ રખાયો હતો. જેને કારણે સાત કલાક સુધી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. જ્યારે 132 કેવી તિલકવાડા સબસ્ટેશન બંધ કરતા 6 કલાક તિલકવાડામાં પણ વીજ પુરવઠો બંધ રહેતાં હાય ગરમીમાં લોકો પરેશાન થયા હતા બપોર પછી પુરવઠો ચાલુ કરાતા લોકોએ રાહતનો દમ લીધો હતો.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં નર્મદા જિલ્લાનો ધબડકો
OLDER POSTલીબડી માનવ સેવા જય ભીમ ગૃપ દ્વારા સેવાકીય ની પુર્ણાહુતી

COMMENTS

Wordpress (0)
Disqus (0 )