15 મે.. જન્મ-દિવસ………સુખદેવ થાપર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કે જેઓને ભગતસિંહ સાથે જ ફાંસી આપવામાં આવી હતી..

■ જન્મ – ૧૫ મે ૧૯૦૭
■ આપણા રાષ્ટ્રનાં એક સશસ્ત્ર ક્રાંતિકારી…
■ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સના નવયુવાન અને અગ્રણી સભ્ય હતા…
■ સને – 1929 માં જેલમાં કેદીઓ સાથે અમાનવીય વ્યવહારનાં વિરોધમાં કરવામાં આવેલી હડતાળમાં અગ્રિમ હરોળમાં રહીને ઉત્સાહભેર ભાગ લીધો હતો…
■ લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઈજાઓથી તેમનું મૃત્યુ થયું…
■ આ ઘટનાનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સ (J.P. Saunders) ની ગોળી મારીને હત્યા કરી…
■ આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા ફરમાવવામાં આવી…
■ ગાંધી-ઈરવિન સમજૂતીનો વિરોધ કરવા તેમણે મહાત્મા ગાંધીને ખુલ્લો પત્ર અંગ્રેજી ભાષામાં લખ્યો હતો…
■ આ પત્રની પ્રતિક્રિયાનાં રૂપમાં જેલ મેન્યુઅલનાં નિયમોને કોરાણે મૂકીને નિર્ધારિત કરેલ દિવસ પહેલા જ ફાંસીનાં માંચડે લટકાવી દેવામાં આવ્યા…
■ અને આમ, 23 માર્ચ, 1931 નાં રોજ સાંજે 7:00 કલાકે આ ત્રણે વિર ક્રાંતિકારીઓને લાહોરમાં ફાંસી આપવામાં આવી હતી…
■ માત્ર 24 જ વર્ષની અલ્પ આયુમાં રાષ્ટ્રનાં આ સપુત શહિદ થયા…

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTરાજપીપળા સહિત નર્મદા માં લોકડાઉનમાં છેલ્લા 50 દિવસથી લોન્ડ્રી બંધ થઈ જતાં ધોબી પરિવારની દયનીય હાલત.
OLDER POSTછેલ્લા વીસ દિવસમાં ડ્રોન સર્વેલેન્સ દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિ ઉપર વોચ રાખી કુલ 64 દેશી દારૂની ભઠ્ઠી તથા કબજા ના કેસો શોધી કાઢતી એલસીબી નર્મદા પોલીસ,

COMMENTS

Wordpress (0)
Disqus (0 )