બોરિયા ગામે ડે.સરપંચશ્રી દિનેશભાઈ ઠાકોર તેમજ ગામના આગેવાન દીપક ભાઈ પટેલ ની આગેવાની હેઠળ બોરિયા ગામ માં જંતુનાશક દવાનો છંટકાવ કરાયો.
ભાવિન પ્રજાપતિ દ્વારા
બોરિયા ગામે ડે.સરપંચશ્રી દિનેશભાઈ ઠાકોર તેમજ ગામના આગેવાન દીપક ભાઈ પટેલ ની આગેવાની હેઠળ બોરિયા ગામ માં જંતુનાશક દવાનો છંટકાવ કરાયો.
પેટલાદ- હાલમાં સમગ્ર વિશ્વ તેમજ દેશ માં ચાલતા કોરોના વાઈરસના સંક્રમણ ને ઘ્યાન માં રાખી બોરિયા ગામમાં સતત અને સતત કરવામાં આવતા કોરોના વાઈરસને અટકાવવાના પ્રયત્નો ચાલતા હોય છે જે અંતર્ગત ગામ ના તમામ વિસ્તાર કે જેની અંદર સતત માણસોની અવરજવર રહેતી હોય છે તેવા તમામ વિસ્તારની અંદર દવાનો છંટકાવ કરી ગ્રામજનો તથા દેશ નું હિત ઈચ્છવામાં આવેલ છે આવનારા દિવસોમાં આપ ગ્રામજનો નો સહકાર મળે તેવી આપ સૌ પાસે સાથ અને સહકાર ની અપેક્ષા રાખે છે. જેમાં કાળીદાસ મહીડા, મનુભાઈ મહીડા, રમણભાઈ રોહિત, ગોવિંદભાઈ ઠાકોર તેમજ યજ્ઞેશ પટેલ દ્વારા દવા ના છંટકાવ અંગે માર્ગદર્શન પૂરું પાડેલ હતું. ઘર માં રહો સુરક્ષિત રહો.