ગીર-સોમનાથ જિલ્લાનાં પીછવા-પીછવી ગામમાં રોજગારી મેળવતા ૩૭ મહારાષ્ટ્રના શ્રમિકોનું વતન તરફ પ્રયાણ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

લોકડાઉનનાં કારણે મહારાષ્ટ્રના શ્રમિકોને મોકલી અપાયા
ગીરગઢડા મામલતદારશ્રી કોરડીયાએ લીલીઝંડી આપી
ગીર-સોમનાથ તા. -૧૪, કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. લોકડાઉનના કારણે ગીર સોમનાથ જિલ્લામાં ફસાયેલા અન્ય રાજ્યના પરપ્રાંતીઓને જમવા, રહેવાની સુવિધા સંવેદનાપુર્વક વહીવટીતંત્ર દ્રારા જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ સામાજીક સંસ્થાઓના સહયોગથી પુરી પાડવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાંથી પરપ્રાંતિઓને તેમના વતન રવાના કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાતાઓના સહયોગથી પીછવા-પીછવી ગામમાં રોજગારી મેળવતા ૩૭ મહારાષ્ટ્રના શ્રમિકોને જરૂરી વહીવટી મંજુરી મેળવી તેમના વતન મોકલવામાં આવ્યા હતા.
ગીરગઢડા મામલતદારશ્રી કોરડીયાએ શ્રમિકોને તેમના વતન મોકલવા પ્રસંગે લીલીઝંડી આપી હતી. ઉપરાંત તાલુકા હેલ્થ ઓફીસર ગીરગઢડાના સુપરવીઝન હેઠળ તમામ શ્રમિકોની મેડીકલ ઓફીસર અને તેમની ટીમ દ્વારા આરોગ્યની ચકાસણી, સ્ક્રીનીંગ કરી દરેકને ર્સ્ટીફીકેટ આપવામા આવેલ હતા. તમામ શ્રમિકો માટે પીવાના પાણીની, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના આ ૩૭ શ્રમિકોને મોકલવામાં ગીરગઢડા સ્ટોન ક્રશર એસોસીએસન દ્વારા રૂા. ૫૧૦૦૦ નો આર્થિક સહયોગ તથા સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્થા તરફથી શ્રમિકો માટે ફુડ પેકેટની અને બે ટાઇમ નાસ્તો આપવાની વ્યવસ્થા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલની કોવીડ-૧૯ કોરોના વાઇરસની મહામારીમાં આ શ્રમિકોએ તેમના વતનમાં જવા માટે વારંવાર મૈાખીક રજૂઆત કરી હતી. પરંતુ તેમની પાસે કોઇ વાહનની વ્યવસ્થા કે ભાડે વાહન કરવાની આર્થિક સ્થિતિ ન હોવાથી શ્રમિકો વતનમા જવા માટે ખુબ મુશ્કેલી અનુભવતા, ત્યારે કોરોના વીર તરીકે કામ કરતું જિલ્લા વહિવટી તંત્ર અને દાતાઓના સહયોગથી આ તમામ ૩૭ શ્રમિકોને સ્લીપર બસ મારફતે વતન જવાની તક મળતા અનહદ આનંદ વર્તતો હતો અને વહીવટી તંત્ર અને દાતાઓનો હદયથી આભાર વ્યક્ત કર્યો હતો.

મહેન્દ્ર ટાંકબ્યુરો ચીફ ગીર સોમનાથ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTઆપણુ આરોગ્ય હવે આપણી આંગળીના ટેરવે
OLDER POSTકેશોદ માં લોકડાઉન વચ્ચે પાન મસાલા,તમાકુ ના કાળા બજારિયા ને લીલા લહેર

COMMENTS

Wordpress (0)
Disqus (0 )