દેશના વડાપ્રધાનશ્રી મોદીજીએ ૨૦ હજાર કરોડના પેકેઝની જાહેરાત કરી તે અંગે
પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર.
બાબરા.અમરેલી.
દેશના વડાપ્રધાનશ્રી મોદીજીએ ૨૦ હજાર કરોડના પેકેઝની જાહેરાત કરી તે અંગે
પ્રતિક્રિયા આપતા અમરેલીના પુર્વ સાંસદ અને ધારાસભ્ય ખેડુત અગ્રણી શ્રી વિરજીભાઇ
ઠુંમરે ખેડુતો માટે લોલીપોપ ગણાવ્યું હતું. આ અંગે પ્રતિક્રિયા આપતા શ્રી ઠુંમરે જણાવ્યું
હતુ કે, છેલ્લા ૭ વર્ષથી કેન્દ્રમાં અને લાંબા સમયથી રાજયમાં ચાલતી ભાજપ સરકાર
ખેડુતોને કઈ જ આપવાને બદલે માત્ર ખોટા વચનો આપી રહી છે. ખેડુતોને હવે આ સરકાર ઉપર ભરોસો રહ્યો જ નથી પરંતુ કોરોના જેવી મહામારીમાં પણ ખેડુતો સાથે બનાવટ ચાલી રહી છે. ખેડુતોને ટુકી મુદતનું ધિરાણ ભરવાનો સમય છે નવું ચોમાસુ આવી રહ્યું છે ત્યારે બિયારણ, દવા અને ખાતર ખરીદવાનો સમય છે ખરીદવાની વાત તો દૂર રહી ખેડુતોને ખેતરે જતો પણ અટકાવવામાં આવે છે ત્યારે ખેડુતોને આશા હતી કે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુકેલા અને હાલ દેશના વડાપ્રધાન મોદીજી ખેડુતો માટે
દેવા નાબુદીની જાહેરાત કરશે, વગર વ્યાજની લાંબાગાળાની લોન આપશે અથવા ગયા વર્ષનું ટુકી મુદતનું ધિરાણ ભરવાને બદલે કનવર્જન કરી આપશે પરંતુ તેવી કોઇ વાત ૩૧ મીનીટના વડાપ્રધાનના ભાષણમાં આવી નથી જે દુ:ખદ છે. છતાપણ ખેડુતોને આશા હતી કે દેશના નાણામંત્રી ખેડુતો માટે કશીક જાહેરાત કરશે પરંતુ તે તમામ બાબત વામણી પુરવાર થઈ છે. ખેડુતને હવે માત્ર કુદરત સિવાય કોઇ આશા રહી નથી ત્યારે દેશના લોકોને સ્વાવલંબી બનવાની વાત અને ખોટી ચુટણીઓથી તંત્રને દબાવી
જીતતી આ ભાજપ સરકાર થી હવે કુદરત બચાવે તેવી ખેડુતો લાગણી વ્યકત કરી રહ્યા
છે. આ બાબતે શ્રી ઠુંમરે ખેડુતોને ઉદ્દેશીને વાત કરી હતી કે, આ રાજયના ચુટાયેલા ભાજપના ધારાસભ્ય, સાંસદ કે મુખ્યમંત્રી હવે શું શેખી મારી બતાવી રહ્યા છે કે આવું પેકેઝ ભુતકાળમાં જાહેર નથી થયું. કમસેકમ આવા શબ્દો વાપરવાનું બંધ કરે તેમ શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું હતું. અને માંગણી કરી હતી કે ખેડુતો માટે શું કરવાના છે ? તે તાકીદે જાહેર કરે.
તેવું જણાવેલ હતું
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા બાબરા તાલુકા ના ખેડુતો ની તકલીફ બાબતે મિડીયા મા સમાચારો વહેતા થયા હતા. અને અમારી ન્યુંજ શેનલ માં આ ન્યુંજ પ્રકાશીત થતા હમેશા ખેડુતો સાથે અને ખેડુતો ના પ્રશ્નો ને સરકાર સુધી પોસાડતા બાબરા-લાઠી ના ખેડુત નેતા ગણાતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર ખેડુતો ની વહારે આવ્યા છે. અને ખેડુતો ને પડતી હાલાકી બાબતે અવાજ ઉઠાવ્યો છે ત્યારે ખેડુતો મા એક આશા નું કિરણ જોવા મળ્યુ છે.
રીપોર્ટર:
રાહુલ ડી. પરમાર
બાબરા.