અમદાવાદ માં ફરજ બજાવતા કાલોલ પંચમહાલના મહિલા પી. એસ.આઇશ્રીની ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સમગ્ર વિશ્વ કોરોના વાઈરસથી ઝઝૂમી રહ્યુ છે, આ સંકટમાં મુશ્કેલીઓ વધતી જાય છેઃ અને આપણો દેશ અને એમાંય ગુજરાત પણ તેનુ શિકાર બન્યુ છે, અને છેલ્લાં કેટલાય સમયથી ગુજરાતની સ્થિતિ ગંભીર છે ત્યારે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા અમદાવાદ ઓઢવ પોલીસ સ્ટેશનના પી એસ આઇ અને મૂળ કાલોલ મધવાસના વતની શ્રી કે આર પરમાર પોતે એક મહિલા હોવા છતા પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વિના એમની સેવામાં ખડે પગે રહ્યા છે.એમણે એમના વિસ્તારના સિનિયર સિટિજનોનું ધ્યાન રાખવાની સાથે અનેક રીતે દિન રાત કોરોના વોરિયર્સની ઉત્ક્રુસ્ઠ સેવા કરવાનું તેઓ પોતાને ભાગ્ય માને છેઃ …સિનિયર સિટિજન લોકોને કોઈપણ મુશ્કેલી પડે તો સરકારી નંબર તો ખરો જ પણ પોતાનો અંગત મોબાઇલ નંબર પણ આપીને ગમે ત્યારે કૉલ કરી મદદ લેવા વિનંતી કરી છેઃ અને કોલ આવે ત્યારે તરત જ મદદે દોડી જાય છે. તેઓ સિનિયર સિટિજનને ખોરાક દવા વગેરે પહોંચાડવામાં અને તેમની માનસિક હાલત તંદુરસ્ત બનાવવામાં વગેરે જેવી બાબતોમાં પણ મદદ કરવાની સાથે સાથે જરૂર લાગે ત્યારે કેટલાક વયોવ્રુધને તેઓ દવાખાના સુધી પહોંચાડવાનું પણ કામ કરી પોતાની જાતને ધન્ય અનુભવે છે. પોતે પોતાના ઘરડા માતા પિતા અને પરિવારને છેલ્લાં ત્રણ ચાર માસથી મળવા પણ ગયા નથી અને પોતાની લાડલી જન્મદાતા માતાના દર્શન પણ કર્યા નથી અને પોતાની માત્રુભૂમિની રક્ષા અને સેવા કાજે દિન રાત હાજર રહી વિસ્તારના સિનિયર સીટીજનોમાં પોતાના માતા પિતાને જોઇ રહ્યા છે. અને એમની સેવા કરી રહ્યા છે. ખરા અર્થમાં કહીએ તો અા મહામારી જેવા કપરા સમયમાં પી એસ આઇ શ્રી કે આર પરમાર માં સાચા અર્થમાં લડાયક યોદ્ધા તો ખરા જ પણ, એક સજ્જન ઉત્તમ સેવાભાવી મહિલા કર્મીના દર્શન પણ થાય છેઃ તેઓ નોકરીમાં લાગ્યા ત્યારથી ખુબ નિષ્ઠાથી પોતાની સેવા બજાવી રહ્યા છે . પોતાની નોકરી દરમ્યાન રસ્તામાં કોઇ પશુ-પક્ષી ફસાયું હોય તો એને આબાદ બચાવવાનું પ્રથમ કામ અા ઝાબાઝ પોલીસ અધિકારીશ્રી કરે છે. કોરોના મહામારીના આ કપરા સમયમાં પોતાની ફરજને વફાદાર રહીને ખુબ ખંતથી નિભાવી રહ્યા છે. અને તેઓ પોતાના પરિવારની ચિંતા તો ખરી જ પણ ભારત દેશ ઉપર આવી પડેલ અા આપત્તિમાં નાગરિકોની અસહાય લોકોની પડખે ઊભા રહેવાની પોતાની કર્તવ્યભાવના સમજતા અા પી એસ આઇ એ પંચમહાલ જિલ્લાનું અને વતન કાલોલ મધવાસ અને પરમાર સમાજનું ગૌરવ વધાર્યુ છે. આવા મહિલા પી એસ આઇની અડીખમ સેવા કામગીરી અને માનવતાભરી સેવા ખરેખર પ્રશંસનીય કહી શકાય…તેમની આવી માનવતાભરી સેવાથી પંચમહાલ જિલ્લામાંથી અનેકોએ તેમને ખુબ અભિનંદન પાઠવ્યા છે.

મહેન્દ્ર પરમાર, ગોધરા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTવાંકાનેર પીપળીયારાજ મા કોરોનાવાયરસ અંતર્ગત માસ્ક વિતરણ કરાયા અને સેની ટાઈઝર કરવામાં આવ્યું
OLDER POSTલીંબડી લાઈફ મિશન દ્વારા પી.એમ ફન્ડ માં રૂ. 11 લાખ તેમજ મુખ્યમંત્રી રાહત ફન્ડ માં રૂ. 1 લાખ નો ચેક અર્પણ કરાયો

COMMENTS

Wordpress (0)
Disqus (0 )