સંતરામપુર નગર અને તાલુકામાં કોરોના ના કુલ આઠ કેસો પોઝીટીવ હતા છ જેટલા કેસો નેગેટિવ રિપોર્ટ આવતા હવે સંતરામપુર ની સ્થિતિ ધીરે ધીરે કોરોનામાંથી બહાર આવી રહેલ છે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ઇન્દ્રવદન પરીખ સંતરામપુર

સંતરામપુર નગર અને તાલુકામાં કોરોના ના કુલ આઠ કેસો પોઝીટીવ હતા છ જેટલા કેસો નેગેટિવ રિપોર્ટ આવતા હવે સંતરામપુર ની સ્થિતિ ધીરે ધીરે કોરોનામાંથી બહાર આવી રહેલ છે લોકડાઉન ના કારણે લોકોને હેરાન થવું પડે છે દવામાટે, આવસાયક સામાન ખરીદવામાં માટે, બેંકના કામ માટે તેમજ પરમિશન હોય એવા કામકાજ માટે જતા આવતા લોકોને પોલીસ બિનજરૂરી 188 કરી દેતી હોવાની ફરિયાદો મામલતદાર સંતરામપુર ને આજે અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલ હતી. સતરામપુર નગરમાં લોકડાઉન થી તમામ બજારો બંધ હોઈ ધંધા રોજગાર ઠપ્પ થયેલ છે અને લોકડાઉન ની સ્થિતિમાં નાના વેપા રીઓ, લારીગલ્લાવાળા મધ્યમવર્ગના વેપારીઓ હાટમાંજઈ છુટક ધંધો કરનારાઓ હાથલારી ફેરવી છૂટક મજૂરી કરનારાઓ રીક્ષા ફેરવવાવાળાઓ શ્રમજીવીઓ પારાવાર યાતનાઓ ભોગવી રહેવા સાથે ધંધા રોજગાર બંધ હોઈ ને આવક બંધ થતા આવી વ્યક્તિઓની ને મધ્યમ વર્ગની સ્થિતિ લાંબા સમયથી લોકડાઉન માં નબળી બનેલ છ આવા સંજોગોમાં સંતરામપુર નગર ઓરેન્જ ઝોનમાં હોઈ ધંધા-રોજગાર શરૂ થાય તે હવે જરૂરી હોઈ સંતરામપુર નગરમાં જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓની દુકાન નો ને શાકભાજી અને ફ્રુટવાળાઓની દુકાનો હાથ લારીઓ સવારના સાત (૭) થી સવારના અગિયાર (૧૧) કલાક સુધી ખુલ્લી રખાય અને અન્ય ધંધા સંબંધીની દુકાનો બપોરના એક કલાકથી સાંજના ચાર કલાક સુધી ખુલ્લી રાખવાની વહીવટ તંત્ર દ્વારા છૂટ અપાય તો ધંધા-રોજગાલર જે હાલ ઠપ્પ થયેલ છે તે શરૂ થતા રોજગારીને પણ વેગ મળે ??? કારીગર મજૂરી યાદ વર્ક કે જેવો દરરોજનું કમાઈ અને દરરોજ ખાનારા લોકો મહા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એક તરફ કોરોના ડર છે તો બીજી તરફ આર્થિક મુશ્કેલી પણ જોવા મળે છે જેથી સોશિયલ ડિસ્ટન્સ સાથે ધંધા રોજગારનો વેગ મળે તે પણ જરૂરી છે કામ વગરના ફરતા લોકો સામે પગલાં ભરવામાં આવે તે યોગ્ય છે પરંતુ જરૂરિયાત અને આવશ્યક સેવાની કે બેંકની કામગીરી માટે નોકરીએ જતા આવતા કે ધંધા રોજગાર જતા આવતા લોકોને ખોટી રીતે પોલીસ દ્વારા હેરાનકરવામાંઆવે તે બાબતની આજે રજૂઆત અગ્રણી દ્વારા કરાઈ હતી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTછોટાઉદેપુર ના મેડીટોપ હોસ્પિટલમાં વિશ્વ નર્સ દિવસ ની ઉજવણી કરાઈ
OLDER POSTતારક મહેતાના ઉલ્ટા ચશ્મા ના ઘનશ્યામ નાયક ઉર્ફે “નટુકાકા” નો આજે 75 મો પ્લેટિનિયમ જ્યુબિલી જન્મદિવસ 76 માં વર્ષ માં પ્રવેશ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )