અંબાજી કોટેજ હોસ્પિટલ તરફથી બહારની દવા લખવાની પ્રથા લોક ડાઉન પૂરતી બંધ કરાય

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

(અમિત પટેલ.અંબાજી)
શક્તિ ભક્તિ અને પ્રકૃતિ નું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે અને હાલ મા સમગ્ર દેશમાં લોક ડાઉન 17 મે સુધી લાગુ હોઈ આ વિસ્તાર મા વહીવટી તંત્ર તરફથી કડક નિર્દેશો અમલ મા મુકવામાં આવ્યા છે ત્યારે અંબાજી ખાતે ગામ થી દોઢ બે કિલોમીટર દુર કોટેજ હોસ્પિટલ ગરીબો અને મધ્યમ વર્ગ વાળા માટે આશીર્વાદ સમાન બની રહ્યું છે પરંતુ લોક ડાઉન ના 50 દિવસો ઉપર થઈ ગયા હોવા છતા લોકો પાસે હાલ રૂપિયા ની તંગી સર્જાઈ રહી છે ત્યારે જ્યા સુધી લોક ડાઉન ચાલુ રહે ત્યાં સુધી કોટેજ હોસ્પિટલ તરફથી બહાર ની દવા લખવા પર પ્રતિબંધ મુકવામાં આવે અને હોસ્પિટલ અંદર થી જ દવાઓ આપવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવીન જગ્યા દાંતા રોડ પર કોટેજ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ હતી પણ નવાઈ ની વાત એ છે કે આ કોટેજ હોસ્પિટલ નું હજી સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી અને ઓગસ્ટ 2018 થી આ હોસ્પિટલ નો વહીવટ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયો છે ત્યારે આ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા દર્દીઓ માટે અમુક દવાઓ અંદર થી આપવામાં આવે છે જ્યારે મોટાભાગ ની દવાઓ બહાર ના ખાનગી મેડિકલ સ્ટોર્સ પર થી લેવા માટે ચિઠ્ઠીઓ લખવામાં આવે છે પરંતુ હાલ લોક ડાઉન હોઈ લોકો પાસે રૂપિયા ની ભારે તંગી હોઈ આ માહોલ મા તેવો બહાર ની મોંઘા ભાવની દવા લેવા મજબૂર થઈ જાય છે, લોકો ને રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક ધોરણે લોક ડાઉન સુધી બહાર ની દવા લખવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને કોટેજ હોસ્પિટલ ખાતે થી અંદર થી જ દવા આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

હોસ્પિટલ મા કેસ ના 5 રૂપિયા અને બહાર ની દવા મોટી કિંમત મા

અંબાજી કોટેજ હોસ્પિટલ જ્યારે જૂની જગ્યાએ હતી ત્યારે પણ બહાર ની દવાઓ ડોકટરો દ્વારા લખવામાં આવતી હતી અને નવી જગ્યાએ સ્થળ બદલાયું તોય આ કોટેજ હોસ્પિટલ દ્વારા મોટા ભાગના દર્દીઓ માટે બહાર ની દવા લખાય છે, અહી કેસબારી પર નવા કેસ ના માત્ર 5 રૂપિયા છે જ્યારે બહાર ની દવા ની કિંમત ખૂબ ઊંચી હોય છે

કોટેજ હોસ્પિટલ પરિસર મા જન ઔષધી મેડિકલ ખોલવામાં આવે રાજ્ય સરકાર દ્વારા

જો હોસ્પિટલ ખાતે થી બહાર ની દવા લખવા પર પ્રતિબંધ ના મુકાય તો રાજ્ય સરકાર દ્વારા કોટેજ હોસ્પિટલ ખાતે જન ઔષધી સ્ટોર્સ ખોલવામાં આવે જેથી ગરીબ લોકો અને સામાન્ય માણસો ને સસ્તી કિંમત મા સારી દવાઓ મળી શકે, અંબાજી ખાતે એક પણ જન ઔષધી સ્ટોર્સ નથી

રાજ્ય સરકાર દ્વારા અપાતી કરોડો રૂપિયા ની ફ્રી દવાઓ લોક ડાઉન સુધી આપવામાં આવે

લોકો પાસે લોક ડાઉન મા રૂપિયા ખાલી થઈ ગયા હોવાથી તેવો હોસ્પિટલ ખાતે સારવાર માટે આવે ત્યારે ઉધાર ઉછીના રૂપિયા લઈ સારવાર કરાવતા હોય છે ત્યારે આ હોસ્પિટલ ખાતે રાજયસરકાર દ્વારા કરોડો રૂપિયાની ફ્રી દવા દર્દીઓ માટે લાવવામાં આવે છે તો આ તમામ દવાઓ દર્દીઓ માટે આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTઅંબાજી ના શેલ્ટર હોમ માં કોરેન્ટાઈન કરાયેલા લોકો માં ભેદભાવ રખાતા હોવાનો આક્ષેપ
OLDER POSTબ્રેકિંગ ન્યુઝ… હવે અમદાવાદ માં મણીનગર અને ઇસનપુર બન્યા કોરોના એપીસેન્ટર….

COMMENTS

Wordpress (0)
Disqus (0 )