ગોધરા નગરપાલિકા વિસ્તારમાં દૂધ, દવા અને સસ્તા અનાજની દુકાનો, એલ.પી.જી- પેટ્રોલપંપ,
હોસ્પિટલ સિવાયની તમામ દુકાનો-સેવાઓ બંધ રહેશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જિલ્લા કલેક્ટરશ્રીનું જાહેરનામું પ્રસિધ્ધ : 17મી મે,2020 સુધી આ નિયંત્રણો અમલમાં

માહિતી બ્યુરો, ગોધરાઃ ગોધરા નગરપાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમણને નિયંત્રણ હેઠળ લાવવાના હેતુથી સમગ્ર નગરપાલિકા વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા બાદ વધારાના નિયંત્રણો અમલમાં મૂકતુ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ગોધરા શહેરમાં વધુ સંખ્યામાં કોવિડ-19 સંક્રમણના કેસો મળી આવતા લોકોની અવર-જવરને નિયંત્રિત કરી સંક્રમણની શક્યતા ઘટાડવાના હેતુસર જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધી એપીડેમિક ડિસીઝ એક્ટ-1897 તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ-34 હેઠળ મળેલ સત્તાની રૂએ ગોધરા નગરપાલિકા હદ વિસ્તારમાં તા.17મી મે, 2020 સુધી વધુ કડક નિયંત્રણો જાહેર કરતું જાહેરનામું કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ગોધરા શહેરી હદ વિસ્તારમાં દૂધ વિતરણ પાર્લર, દવાની દુકાનો, એલ.પી.જી વિતરણ કેન્દ્રો, પેટ્રોલ પંપો, સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો (પીડીએસ), ક્લીનીક તથા હોસ્પિટલો સિવાયની તમામ દુકાનો, પાર્લરો, ખાનગી ઓફિસો, સેવાઓ બંધ રાખવાની રહેશે.આ હુકમ તા.10/05/2020થી તા.17/05/2020 સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-51 થી 58ની જોગવાઈ અનુસાર શિક્ષાને પાત્ર થશે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTગીરગઢડાના બોડીદર, સોનપરા અને કોડીનાર શહેરની સોસાયટી કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર
OLDER POSTછોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખે મહાનુભાવોની પ્રતિમાને માસ્ક પહેરાવ્યા

COMMENTS

Wordpress (0)
Disqus (0 )