અંબાજી મા ૧૭ સુધી લોક ડાઉન વધુ કડક બન્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

(અમિત પટેલ.અંબાજી)
શક્તિ ભક્તિ અને પ્રકૃતિ નું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલ છે પરંતુ હાલ મા સમગ્ર દેશમાં લોક ડાઉન નો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે 8 મે ના રોજ દાંતા તાલુકામા કુલ ત્રણ પોઝેટીવ કેસ નોંધાયા હતા તો બીજી તરફ આબુરોડ ખાતે પણ એક પોઝેટીવ કેસ નોંધાયો હતો આથી અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આજે પોલીસ સ્ટેશન પર જઈ પીઆઇ ની હાજરી માં ગ્રામ પંચાયત ના સભ્યો અને ગામ ના આગેવાનો ની હાજરી માં સ્વૈચ્છિક નિર્ણય લેવાયો હતો જેમાં અંબાજી ખાતે 17 મે સુધી કડક નિર્ણયો લેવાયા હતા
આજે બપોરે અંબાજી ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ કલ્પના બેન પટેલ સહિત પંચાયત ના સભ્યો, વેપારીઓ આગેવાનો પોલીસ સ્ટેશનમાં આવી ગામ હિત માટે સ્વૈચ્છિક નિર્ણય લેવાયો હતો અને નક્કી કરવામાં આવ્યું હતું કે દાંતા તાલુકાના ગામો સુધી કોરોના વાઇરસ પહોંચી ગયો છે પણ અંબાજી ખાતે એક પણ કેસ ન આવતા ગામ હિત માટે આજે પોલીસ સ્ટેશનમાં નિર્ણય લેવામાં આવ્યો હતો
આજની મિટિંગ માં અંબાજી પી આઇ જે બી આચાર્ય, અંબાજી ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ કલ્પના બેન પટેલ, જયાબેન ગઢવી, બકુલેશ શુકલ,સુનીલ બ્રહ્મભટ્ટ, દેવેન્દ્ર વ્યાસ, મૃગેશ મહેતા સહિત ના લોકો હાજર રહ્યા હતા, અંબાજી ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા પણ આ નિર્ણય ને વધાવવામાં આવ્યો હતો

અંબાજી ખાતે હવે દૂધ, દવા અને લોટ દળવાની ઘંટી સવાર ના 10 સુધી જ ખુલ્લી રહેશે, કરીયાણા ની દુકાન મંગળવાર સુધી બંદ રહેશે અને શાક માર્કેટ 17 સુધી બંદ રાખવાનો નિર્ણય લેવાયો છે, આ સિવાય ની તમામ દુકાનો 17 મે સુધી બંદ રહેશે

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTકોરોના સંકટમાં ગરુડેશ્વર તાલુકા ની મહિલા મોરચાની બહેનો 2000 માસ્ક બનાવી લોકોને ઘરે ઘરે જઈને વિતરણ કરી રહ્યા છે.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )