નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ કલમ-૨ હેઠળનું જાહેરનામું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

COVID-19 ની પોઝીટીવ કેસ મળી આવેલ જંબુસર તાલુકાના ‘ વડ ’ ગામનો સમગ્ર વિસ્તાર COVID-19 Containment Area તરીકે જાહેર

આ જાહેરનામુ તા.૦૯/૦૫/૨૦૨૦ થી તા.૨૨/૦૫/૨૦૨૦(બન્ને દિવસ સહિત) સુધી અમલમાં રહેશે

સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ(COVID-19) ફેલાયેલ છે કે જેને WHO ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે જે બાબતે ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રી ધ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ(COVID-19) ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. નોવેલ કોરોના વાયરસની (કોવીડ-૧૯) ના સંક્રમણની ગંભીરતાને ધ્યાને લઇ સરકારશ્રી ધ્વારા તા. ૧૫/૦૪/૨૦૨૦ના હુકમથી તા.૦૩/૦૫/૨૦૨૦ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવેલ. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના તા.૦૧/૦૫/૨૦૨૦ના હુકમથી તા. ૦૪/૦૫/૨૦૨૦ થી ર( બે ) અઠવાડીયા સુધી લોકડાઉન વધારવાની સાથે પ્રવર્તમાન જોખમ અનુસાર વર્ગીકરણ -રેડ (હોટ સ્પોટ) ગ્રીન તથા ઓરેન્જ ઝોન વિસ્તાર મુજબ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે જે અન્વયે તા.૦૩/૦૫/૨૦૨૦ ના જાહેરનામાથી ગુજરાત સરકારશ્રી દ્વારા કેન્દ્રિય ગૃહ મંત્રાલયના હુકમની ચુસ્તપણે અમલવારી કરવા જણાવેલ છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં પોઝીટીવ કેસ પ્રકાશમાં આવેલ છે. આ વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરીયાત જણાય છે.
ભરૂચ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડૉ. એમ.ડી.મોડિયાએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૨૬(૨) મુજબ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ કલમ-૨ અન્વયે મળેલ સત્તાની રૂ એ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ નીચે દર્શાવેલ કૃત્ય ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

(૧) નીચે જણાવેલ વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવે છે.

COVID-19 ની પોઝીટીવ કેસ મળી આવેલ જંબુસર તાલુકાના ‘ વડ ’ ગામનો સમગ્ર વિસ્તાર.
ઉપરોક્ત COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ વિસ્તારમાં તમામ પ્રકારની અવરજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર ધ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરૂ પાડવામાં આવશે.
(૨) જંબુસર તાલુકાના ‘ વડ ’ ગામના Core Area માં આવતાં ટુંડજ, કોરા, વડદલા, પાંચકડા, સાંભા, જંત્રાણ, મદાફર, આસનવડ, બકોરપોર, ટીંબી, પાંચપીપળા, સીંગરણા, ચાંદપોર બારા, સરદારપુરા, નડીયાદ, કાવા, રામપોર ગામોની હદને સીલ કરવામાં આવે છે. ઉપરોક્ત ગામોમાં આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવર-જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજવસ્તુની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૦૮:૦૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી મુક્તિ આપવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાન દ્વિચક્રિય વાહન પર એક વ્યક્તિ અને ત્રણ/ચાર ચક્રિય વાહનમાં બે થી વધુ વ્યક્તિ પ્રવાસ કરી શકશે નહી.

ખાસ નોંધ:- અત્રેની કચેરીના જાહેરનામા ક્રમાંક-એમએજી/વશી/૩૮૭૯ થી ૩૯૧૦ તા.૦૩/૦૫/૨૦૨૦ તથા થી આપવામાં આવેલ પ્રવૃત્તિ અંગેની છુટછાટ તાત્કાલિક અસરથી ઉપરોક્ત જાહેર કરેલ Containment Area માં રદ થયેલ ગણાશે. આ જાહેરનામુ તા.૦૯/૦૫/૨૦૨૦ થી તા.૨૨/૦૫/૨૦૨૦(બન્ને દિવસ સહિત) સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.

આ હુકમ સરકારી ફરજ – કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ-સરકારી એજન્સી, સરકારી/પ્રાયવેટ દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યક્તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને તથા સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી એમ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડૉ. એમ.ડી.મોડિયાએ એક જાહેરનામા ધ્વારા જણાવ્યું છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
OLDER POSTકોરોના વાયરસ ( COVID – 19 ) ના જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો દાખલ કરી અટક કરતી ભરૂચ શહેર ‘ એ ‘ ડીવીઝન પોલીસ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )