સંતરામપુર તાલુકામાં અને સંતરામપુર નગરમાં વિમલ ,મિરાજ, તમાકુ, ગુટકા, નો બેનંબરી પુર બહારમાં

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સંતરામપુર તાલુકામાં અને સંતરામપુર નગરમાં વિમલ ,મિરાજ, તમાકુ, ગુટકા, નો બેનંબરી પુર બહારમાં ફેલાયેલ છે પ્રતિબંધિત તમાકુને તેની પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકાયો હોવા છતાં આ પ્રતિબંધિત વસ્તુઓ ઊંચા ભાવે આનો ગેરકાયદેસર ધંધો કરનારાઓ દ્વારા વેચાણ કરવાનું અને તમાકુના બંધાણીઓને અને ચીજવસ્તુઓ પહોંચાડવાનું વ્યવસ્થિત રીતે મીલીભગત હેઠળનું તંત્ર સંતરામપુરમાં ગોઠવાયેલ જોવા મળે છે અને હોમ ડિલીવરી પણ કરતી જોવા મળે છે.
નગરમાં તમાકુના ગુટકા એક મસાલા નો ભાવ ૨૫થી ૩૦ રૂપિયા ને મીરાજ અને વિમલ નો ભાવ પણ રૂપિયા ૨૫ થી 30 રૂપિયા નો જોવા મળે છે અને તમાકુના ડબ્બા નો ભાવ ૮૦૦/- રૂપિયા બોલાય છે. સૌથી આશ્ચર્યજનક હકીકત સંતરામપુરમાં બદામ અને કાજુ ના ભાવ થી પણ ઊંચી કિંમતે કાતરેલી સોપારી સોળસો રૂપિયાના કિલોના ભાવે વેચાઇ રહેલ છે. આ પ્રતિબંધિત તમાકુની વસ્તુઓના ગેરકાયદેસર વેચાણ સ્થાનિક પોલીસની મીઠી નજર હોવાનું સ્થાનિક નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. પોલીસ તમાકુ સોપારી નો જથ્થો પકડે તેને કબજે લે તે તમામ જથ્થો નો કેસ કરતી નથી અને તોડ-પાણી કરીને ઓછો જથ્થો બતાવતી હોવાનું ચર્ચાય છે .
તાજેતરમાં સંતરામપુર તાલુકાના વાંજીયાખુંટ ટેકરી પર એક ઘરે રેડ કરી પોલીસે અંદાજે 31 કિલો સોપારી કબજે કરેલ અને માર મારેલ અને ફક્ત પાંચ કિલો સોપારી બતાવી મોટી રકમની તોડ-પાણી કરીને કેસ કરેલા નું ચર્ચાય છે તો પછી પકડેલ સોપારી પૈકીની બાકી રહેલ સોપારી નું શું થયું??? શું આ સોપારી ગાય ખાઈ ગઈ કે શું??? સંતરામપુર કોલેજ રોડ પર જુહર કલાલ હોલસેલમાં તમાકુની ચીજવસ્તુઓનો વેપાર કરે છે અને તેને ત્યાં પણ તાજેતરમાં રેડ પડેલને જથ્થો ઝડપાયેલ અને પોલીસે માત્ર ૪૧ (1)ડી મુજબ કાર્યવાહી કરેલ જે ઘટનામાં પણ કઈ અજુગતું રંધાયાની ચર્ચા નગરમાં થઈ રહી છે ત્યારે તે ઘટનામાં તલ સ્પર્શી તપાસ કરાય તો સત્ય હકીકતો બહાર આવે તેમ છે. દારૂના અડ્ડાઓ વરલી-મટકાનો આંક ફરક ના આંકડા લખનારા અડ્ડાઓને તે કોના છે તે માહિતી પોલીસ જાણતી જ હોય છે તેમ આ તમાકુની પ્રતિબંધિત વસ્તુઓ નું ગેરકાયદેસર વેચાણ કરનારાઓ શું પોલીસના ધ્યાન પર નહીં હોય???

સંતરામપુર ઇન્દ્રવદન વ.પરીખ સંતરામપુર

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTસંતરામપુર તાલુકાના ચુંથાના મુવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખાનપુર તાલુકાના વડાગામનાં નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
OLDER POSTસંતરામપૂરના ૧૨૫ જેટલા પરપ્રાંતિય યુપી જવા ટ્રેનમાં નડિયાદથી વતનની વાટ પકડી

COMMENTS

Wordpress (0)
Disqus (0 )