સરકાર ધ્વારા વતનમાં જવા માટે ટ્રેનની વ્યવસ્થા થતાં આનંદની લાગણી અનુભવીએ છીએ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભરૂચ થી ગોંડા(યુ.પી.) જતી શ્રમિક ટ્રેનના પ્રવાસીઓના ઉદગારો

ઔધોગિક ગઢ એવા ભરૂચ જિલ્લામાં વતન જવા માંગતા શ્રમિકોને તા.૬/૫/૨૦૨૦ નાં રોજ અંકલેશ્વર રેલ્વેસ્ટેશનથી અંકલેશ્વર થી ગોરખપુર સુધીની ટ્રેનમાં ૧૨૦૦ જેટલા શ્રમિકોએ વતનની વાટ પકડી હતી. જયારે તા.૦૭/૦૫/૨૦૨૦ ના રોજ વહેલી સવારે ભરૂચ રેલ્વેસ્ટેશનથી ભરૂચ થી પૂર્ણિયા જવા માટે ૧૧૯૯ જેટલા વિધાર્થીઓને ટ્રેન ધ્વારા વતન મોકલવાની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા કરવામાં આવી હતી. આજરોજ ભરૂચ થી ગોંડા(યુ.પી.) માટે ૧૨૦૧ જેટલાં શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના સંકલન અને માર્ગદર્શન અનુસાર જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા અને વહીવટી ટીમ દ્વારા અત્યાર સુધીમાં આશરે ૩૬૦૦ જેટલાં શ્રમિકો, વિદ્યાર્થીઓ તથા અન્ય લોકોને માદરે વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વેળાએ વતન જતાં શ્રમિકોએ પોતાના હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા.
આ વેળાએ શ્રમજીવી શ્રી સંતોષકુમાર શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા ૪૫ દિવસથી લોકડાઉનમાં ફસાયેલા હું ગોરખપુર(યુ.પી.)નો રહેવાસી છું. ભરૂચમાં છેલ્લા ૧૦ વર્ષથી મિસ્ત્રીનું ઘરગથ્થું કામ કરું છું. સરકારના પ્રયાસોને કારણે અમારી ઘર વાપસી થઈ રહી છે. આજે વતનમાં જવા માટે ટ્રેનની વ્યવસ્થા થતાં આનંદ અનુભવીએ છે. આ પ્રસંગે અમે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ.
આ ઉપરાંત ઉત્તરપ્રદેશના રાયબરેલીના વતની એવા શ્રમિક શ્રી સુરેન્દ્રકુમાર જણાવે છે કે, અમે કારખાનામાં કામ કરતાં હતા પરંતુ લોકડાઉનને કારણે સરકાર દ્વારા વિશેષ ટ્રેનની સગવડ કરી આપતાં અમો વતનમાં જઈ રહ્યા છે જેની અમને ખુશી છે. સરકારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTઆજની સ્થિતિએ હવે ભરૂચ જિલ્લામાં નોંધાયેલ કોરોના પોઝીટીવ કેસના એકપણ દર્દી સારવાર હેઠળ નથી
OLDER POSTઆજે ભરૂચ ખાતેથી ભરૂચ થી ગોંડા(યુ.પી.) સુધી ટ્રેન મારફતે ૧૨૦૧ જેટલા શ્રમિકોને માદરે વતન મોકલવાની વ્યવસ્થા કરતું જિલ્લા વહીવટીતંત્ર

COMMENTS

Wordpress (0)
Disqus (0 )