ઘરે જવાની હોડ માં વહેલી સવાર થીજ 160 ઉપરાંત બીહારીઓ બાસ્કા ખાતે આવેલી હોટલ સર્વત્તમ પર એકત્ર થયાં.
હાલોલ તાલુકાના બાસ્કા ગામ ખાતે 2 દિવસ થી પર પ્રાંતીઓ ને પોતાના માદરે વતન મોકલવાના ચક્રો ગતિમાન છે જેઓને હોટલ સર્વોત્તમ પર થી પીકપ કરીને યુ.પી, બિહાર સુધી મોકલવામાં આવી રહ્યા છે. આજ રોજ તા:07/05/2020 ના રોજ પણ પરપ્રાંતીઓને પોતાના માદરે વતન બિહાર જવા માટે ની સગવડો થઈ રહી છે જેથી અત્રે વહેલી સવારથીજ ભૈઈયાઓ પોતાના વાસ પોટલાં લઈને હોટલ સર્વોત્તમ ખાતે ઘસી આવ્યા છે જ્યાં એક સેવા ભાવિ ટ્રસ્ટ દ્વારા તેઓને જમવા માટે બોલેરો પીકઅપ ગાડી ટ્રોલી માં ભોજન મૂકી ને આવ્યા હતા ને તેઓને ભારત પેટ્રોલ ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. અને બાસ્કા પંચાયત તરફ થી પાણી ની સુવિધા પણ કરી આપવામાં આવી હતી.
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ગઈ કાલ ની જેમાં આજે પણ આ પરપ્રાંતીઓ નો ચોક્કસ પણે ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ત્યારે બાદ તેઓને બસો તરફ આગળ વધવાની પરવાનગી આપી હતી. વધુમાં જે બસો મુકવામાં આવી છે બસોના ડ્રાઈવર પણ બાસ્કા ગામ ના રહેવાસી અને ત્રણેવ જણા મુસ્લિમ હતા જેઓ પોતાનું જીવ જોખમ માં નાખી પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર આ પરપ્રાંતીઓને પોતાની મંજિલ પર પહોંચાડવા માટે નીકળી પડ્યા હતા.
કોર્રોના વાયરસ રૂપી મહામારી દરમિયાન સરકાર શ્રી દ્વારા લેવામાં આવેલા નિયમોનું સ્વપ્રાંતીઓ તથા પરપ્રાંતીઓ સૌએ પાલન કર્યું હોય અને લોકડાઉન ના બે તબક્કાઓ ને પર પણ કર્યા છે પરંતુ અફ્ફાઓ નું બજાર ગરમાતા તેઓને લાગી રહ્યું છે કે લોકડાઉન સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે તો અહીંયા ભૂખ્યા મારવા કરતા પોતાના માદરે વતન પહોંચી ને મારી જવું તે અમારા માટે સ્વભાગ્ય ની વાત થશે. તેવું આ પરપ્રાંતીઓના મુખે ચર્ચાઈ રહ્યું હતું.
આઈ.જી.મકરાણી. દ્વારા