ભરૂચ જિલ્લાના કુલ-૨૭ પોઝીટીવ કેસ પૈકી ૨ દર્દીઓના મરણ થયેલ છે તથા કુલ ૨૨ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે અને હાલમાં ૦૩ વ્યક્તિ સારવાર હેઠળ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
કોરોના (COVID-19)ના જિલ્લામાં તા.૦૬/૦૫/૨૦૨૦ નાં રોજ કુલ-૨૭ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં તા.૦૬/૦૫/૨૦૨૦ના બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ ૫૩ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. ભરૂચ વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસના વિસ્તારમાં તાબા હેઠળના કર્મચારીઓની સર્વેલન્સની કામગીરી ચાલુ છે. પૈકી ૩૨૬ ટીમ ધ્વારા ૨,૯૨,૩૭૮ વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યો છે. ૩૮ વ્યક્તિઓ ફેસીલીટી કોરોન્ટાઈન હેઠળ છે.
તા.૦૬/૦૫/૨૦૨૦ ના રોજ હોમ ક્વોરેન્ટાઈનમાં ૧૫૦ વ્યક્તિઓ પૈકી ૨૩ વ્યક્તિઓના ૧૪ દિવસ પૂર્ણ થતા ૧૨૭ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈનમાં રહે છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ-૨૭ પોઝીટીવ કેસ પૈકી ૨ દર્દીઓના મરણ થયેલ છે તથા કુલ ૨૨ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે અને હાલમાં ૦૩ વ્યક્તિ સારવાર હેઠળ છે.
આ તમામ વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી દૈનિક હાથ ધરવામાં આવી રહી છે તેમજ હોમ ક્વોરન્ટાઇન તમામ વ્યક્તિઓની દરરોજ આરોગ્ય તપાસ / ફોલોઅપની કામગીરી આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTડભોઈ વિસ્તારના નાગરીકો, અલગ – અલગ સંસ્થા અને સંઘ દ્વારા કોરોના વાઈરસ સામે લડવા માટે સરકારને કુલ ₹૨,૭૫,૦૦૦ રકમની મદદ
OLDER POSTCovid-19 અન્વયે જાહેર જનતા માટેની માર્ગદર્શક સુચનાઓ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )