ભરૂચ જિલ્લાના ૧૨૧૨૯૯ NON NFSA APL-1 રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

૭ મી મે થી ૧૧ મી મે પાંચ દિવસ દરમિયાન સસ્તા અનાજની દુકાનો પરથી તબક્કાવાર અનાજ વિતરણ થશે

અનાજ મેળવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા તેમજ ફરજિયાત માસ્ક પહેરવા તાકીદ કરતાં જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા

રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા ૧લી મે ગુજરાત સ્થાપના દિવસે રાજ્યમાં ૬૦ લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધારક, મધ્યમવર્ગીય પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પ્રજાલક્ષી નિર્ણયના કારણે ભરૂચ જિલ્લામાં પણ જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને તેમની ટીમ દ્વારા ભરૂચ જિલ્લામાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી NON NFSA APL-1 કાર્ડધારકોને ભરૂચ ગ્રામ્યમાં ૨૪૯૦૩, ભરૂચ શહેરમાં ૨૦૨૫૪, અંકલેશ્વર તાલુકામાં ૨૪૫૦૬, હાંસોટ તાલુકામાં ૫૫૧૯, વાગરા તાલુકામાં ૭૮૪૦, જંબુસર તાલુકામાં ૧૫૯૬૭, આમોદ તાલુકામાં ૭૯૪૦, નેત્રંગ તાલુકામાં ૨૭૬૯, ઝઘડિયા તાલુકામાં ૭૯૨૭, વાલીયા તાલુકામાં ૩૬૭૪ રેશનકાર્ડ ધારકો મળી કુલ ૧૨૧૨૯૯ NON NFSA APL-1 રેશનકાર્ડ ધારકને પ્રતિ રેશનકાર્ડ દીઠ ૧૦ કિલોગ્રામ ઘઉં, ૦૩ કિલોગ્રામ ચોખા, એક કિલોગ્રામ દાળ/ચણા અને એક કિલો ગ્રામ ખાંડ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે.
આ અનાજ વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે પાંચ દિવસ એટલેકે તારીખ ૭મી મે ૨૦૨૦ થી ૧૧મી મે ૨૦૨૦ દરમિયાન રેશનકાર્ડના પાછલા બે આંકડાની સંખ્યા મુજબ અનાજ વિતરણ વ્યવસ્થા નિર્ધારિત કરવામાં આવી છે. તે મુજબ NFSA મા સમાવિષ્ટ ન હોય તેવા એપીએલ-૧ રેશનકાર્ડ ધારકોનાં રેશનકાર્ડના છેલ્લા બે આંકડા એક અને બે છે તેમને ૦૭મી મે, ત્રણ અને ચાર છેલ્લા આંકડા તેમને ૮મી મે, પાંચ અને છ છેલ્લા અંક છે તેમને ૦૯મી મે, સાત અને આઠ અંક ધરાવતા રેશનકાર્ડ ધારકોને ૧૦મી મે અને નવ અને શુન્ય છેલ્લા અંક ધરાવતા રેશનકાર્ડ ધારકોને ૧૧મી મે ૨૦૨૦ ના દિવસે વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે.
વર્તમાન કોરોનાવાયરસ અને લોકડાઉનમાં અનાજ વિતરણ દરમિયાન ભીડભાડ ન થાય, દોરેલ વર્તુળમાં ઊભા રહી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી, ફરજિયાત માસ્કનો ઉપયોગ કરી વ્યવસ્થામાં સહકાર આપી સૌને અનાજ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
APL-1 રેશનકાર્ડ ધારકોએ પોતાના રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ પણ લઇ જવાનુ રહેશે. તેમજ સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનદારે વિતરણ વ્યવસ્થાનું રજિસ્ટર નિભાવવાનું રહેશે. અનિવાર્ય સંજોગોના કારણે કોઈ APL-1 રેશનકાર્ડ ધારક આ પાંચ દિવસ દરમિયાન અનાજ વિતરણ નો લાભ ન મેળવી શકે તેવા લાભાર્થીઓને ૧૨મી મે-૨૦૨૦ના દિવસે અનાજ વિતરણ કરવામાં આવશે. જેથી જે તે દિવસે જો કોઈ લાભાર્થી અનાજ ના મેળવી શકે તો બીજા દિવસે દુકાને જઇને ૧૨મી મેના રોજ પોતાનું અનાજ મેળવવાનું રહેશે.
જે NON NFSA APL-1 રેશનકાર્ડ ધારકો સાધન સંપન્ન હોય અને અનાજના જથ્થાની જરૂરિયાત ન હોય તેમણે ગરીબ લોકોની તરફેણમાં અનાજનો જથ્થો જતો કરવા જિલ્લા કલેકટરશ્રીએ અપીલ કરી છે

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTજાહેર સ્થળોએ મોઢાં તથા નાક પર માસ્ક – રૂમાલ અથવા નરમ કાપડ
ફરજીયાતપણે પહેરવાનું રહેશે
OLDER POSTઅંકલેશ્વર થી ગોરખપુર સુધીની શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન શ્રમિકોને લઇને રવાના થઇ..

COMMENTS

Wordpress (0)
Disqus (0 )