સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

                સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે ચાર-ચાર દિવસ સુધી લોકોને એક ટાઈમ પીવાનું પાણી આપવામાં આવતું નથી.  તેમજ નગરના હેડપપો બગડેલી હાલતમાં છે જેને રિપેર કરવા માટેની કામગીરી હાથ ધરાતી નથી. પીવાના પાણીની સમસ્યા કે સફાઇ બાબત ની સમસ્યા ની લેખિત કે મૌખિક ફરિયાદો કોર્પોરેટરોની પણ સાંભળવામાં આવતી નથી નગરપાલિકાના તંત્ર દ્વારા…!

ફોટો લાઈન : સંતરામપુર નગરમાં ત્રણ દિવસના અંતરે પાલિકા તંત્ર દ્વારા પાણી અપાતું હોવાથી નગરજનોને પાણીની અછત ઉભી થયેલ છે જેથી મહિલાઓને દૂર દૂર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે છે જે તસવીરમાં નજરે પડે છે.

(તસવીર : ઈન્દ્રવદન પરીખ)

                   સંતરામપુર નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા યોજના હેઠળ નગરને પાણી નળ વાટે પૂરું પાડવામાં આવે છે ત્યારે ઉનાળાની શરૂઆતથી જ નગરમાં પાણીની મુશ્કેલી શરૂ થતાં નગરજનો પાણી નો ત્રાસ ભોગવી રહેલ જોવા મળે છે નગરમાં હાલ ત્રણ દિવસના અંતરે પાણીનું વિતરણ કરાતા નગરમાં પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થયેલ છે. કડાણા ડેમ નુ પાણી જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવતું હોવા છતાં પણ નગરને પાણી અછતની સમસ્યા ભોગવવી પડી રહી છે અને મહિલાઓ ને દૂર દૂર પાણી ભરવા જવું પડે છે. જે આ પાણીની અછતને લઈને નગરના અલગ-અલગ વોર્ડ કોર્પોરેટરો દ્વારા નગર પાલિકા તંત્રને લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરેલ હોવા છતાંય તંત્ર પાણીની અછત સંદર્ભમાં કોઈ પણ કાર્યવાહી કરેલ જોવા મળતી નથી. જેને લઇ સંતરામપુર નગર માં પાણીની ખૂબ મોટી સમસ્યા ઉભી થયેલ જોવા મળે છે. જે આ સંદર્ભમાં નગરપાલિકા સંતરામપુર દ્વારા જરૂરી કાયમી ઉકેલ લાવામાં આવે તેમ નગરજનો ઈચ્છી રહેલ છે.

Box : સંતરામપુર નગરના વોર્ડ નંબર 2 માં કોરોના ના કુલ ત્રણ કેસ પોઝિટિવ આવેલ હોય આ વોર્ડ ને કોન્ટેન્ટમેન્ટ એરીયા જાહેર કરવામાં આવેલ હતો જે આ એરિયામાં પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામદારો ના મોકલતા હોવાની વોર્ડ ના રહીશો દ્વારા પાલિકા તંત્રને ફરિયાદ કરવામાં આવેલ હતી જેથી ચીફ ઓફિસર એ વોર્ડ નંબર 2ની મુલાકાત લીધી હતી તે દરમિયાન રહીશો દ્વારા વિસ્તારમાં સફાઈ તેમજ અન્ય જરૂરી રોજિંદી સેવાઓ પૂરતી પાડવામાં ના આવતી હોવાની ચુસ્ત રજૂઆત કરતા ચીફ ઓફિસરે સ્થળ છોડીને ચાલ્યા જવું પડ્યું હતું તેમ જાણવા મળેલ છે

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTઅંકલેશ્વર થી ગોરખપુર સુધીની શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન શ્રમિકોને લઇને રવાના થઇ..
OLDER POSTકોરોનાં ની મહામારી અને લોકડાઉનની પરિસ્થિતી વચ્ચે ૧૧૦ વર્ષીય મહિલા પેન્શનના રૂપિયા ઉપાડવા માટે હાથલારીમાં બેંક પર પહોચ્યા

COMMENTS

Wordpress (0)
Disqus (0 )