તિલકવાડા મણીનાગેશ્વર મહાદેવના મહંત સાહેબજીની કોરોના સંકટમાં અનોખી સેવા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હાથ સ્ટિચિંગ કરીને સાહેબજી 25000 માસ્ક બનાવ્યા.
દેવલીયા ચોકડી ખાતે કોરોના વોરિયર્સ પોલીસ કર્મીઓ અને આરોગ્ય કર્મીઓને સાહેબજી દ્વારા માસ્ક ,ગ્લુકોઝ પાવડર અને એનર્જી ડ્રિન્કનું વિતરણ કરવામાં આવ્યું.

નર્મદામાં ત્રીજુ લોક ડાઉન શરૂ થયું છે છેલ્લા 40 દિવસથી કોરોના સંક્રમણથી બચવા આરોગ્ય તંત્ર સહિત સેવાભાવી સંસ્થાઓ દ્વારા માનવતા વાદી કામગીરી થઇ રહી છે તેમાંથી લખવામાં આવેલ મણી નાગેશ્વર મહાદેવના મહંત સાહેબજી પોતે નિસ્વાર્થભાવે કોરોના સંકટમાં અનોખી સેવા કરી રહ્યા છે આજે સામાન્ય આમ જનતા ગરીબનો ને તથા ગામડાઓના લોકો પાસે માસ્ક નથી તેવા લોકો સુધી વિનામૂલ્યે માસ્ક કોરોના સંક્રમણથી બચવા લોકો ને માસ્ક પહેરાવવા માટે પ્રેરીત કરી રહ્યા છે. મહત સાહેબજીએ હાથ સ્ટિચિંગ કરીને સાહેબજી એ 25000 માસ્ક બનાવ્યા છે અને જરૂરીયાત મંદોને માસ્કનું વિતરણ કરી રહ્યા છે.
એ ઉપરાંત દેવલીયા ચોકડી ખાતે કોરોના વોરિયર્સ તરીકે 40 થી 42 ડિગ્રી ગરમીમાં ઘરે પગે સેવા આપતા પોલીસ કર્મીઓ અને આરોગ્ય કર્મીઓની સેવા બિરદાવી સાહેબજી દ્વારા માસ્ક, ગ્લુકોઝ પાવડર અને એનર્જી ડ્રિંક્સ નું વિતરણ કરાયું હતું.આ પોલીસકર્મીઓ અને આરોગ્ય કર્મીઓની અસહ્ય ગરમીમાં કોરોના સામે લડાઇ લડી લોકોના જાન બચાવી રહ્યા છે. કાયદાનું પાલન પુર લોકોને કરાવી રહ્યા છે, ત્યારે કોરોના ના કપરા સમયમાં પ્રજાની રક્ષા કરી રહ્યા છે.ત્યારે દેવલીયાચોકડી ખાતે ગરમીમાં રાહત આપે તેવા એનર્જી ડ્રિન્ક અને ગ્લુકોઝ પાવડરનું તથા માસ્ક નું વિતરણ સીપીઆઇ સુકલા ,પીએસઆઇ વસાવા ઉપસ્થિતિમાં વિતરણ કરાયું હતું.આ કર્મીઓએ સાહેબજી ની માનવતાવાદી પ્રવૃત્તિને બિરદાવી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTબ્રેકિંગ ન્યુઝ….અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં 21 શાકભાજી વેચનારાઓ ના કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું…
OLDER POSTનર્મદા ડીસ્ટ્રીક્ટ બાર એસોસિએશન દ્વારા જરૂરિયાતમંદ વકીલોને સહાય આપવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પત્ર લખી રજૂઆત કરી.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )