અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે  પરવાનગી લેવા પરપ્રાંતીઓ નો ઘસારો પરપ્રાંતીઓએ રોડ ઉપર ચક્કાજામ કરતા પોલીસ દોડી આવી 

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અંકલેશ્વરમાં રોજીરોટી અર્થે એક બહુમોટો પરપ્રાંતીઓ નો વર્ગ વસે છે જોકે કોરોના મહામારી નાં કપરા સમયમાં લોકડાઉન જાહેર થયા બાદ પરપ્રાંત નાં કામદારો માદરે વતન પરત જવા માટે મામલતદાર કચેરી ખાતે  પરવાનગી લેવા આવી પહોંચ્યા હતા જો કે પરવાનગી ન મળતા પરપ્રાંતીયો ના ટોળું  રોષે ભરાતા રોડ ઉપર ચક્કાજામ કરતા શહેર પોલીસ દોડી આવી શ્રમિકો ને પરત કર્યા હતા 

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે સોમવારનાં રોજ 50 થી 60 જેટલા પરપ્રાંતનાં કામદારો વતન જવા અર્થે પાસ મેળવવા માટે ભેગા થયા હતા જોકે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા આખરે પોલીસે મધ્યસ્થી કરી ને તમામને મામલતદાર કંપાઉન્ડ બહાર ઉભા રાખ્યા હતા પરંતુ માદરે વતન પરત જવાની જીદ્દે ચઢેલા પરપ્રાંતીયો  એ મામલતદાર ઓફિસની નજીક  માંથી પસાર થતા જુના નેશનલ હાઇવે  પર થોડા સમય માટે  ચક્કાજામ કર્યો હતો , જોકે પોલીસે દરમિયાનગીરી કરીને તમામને પરત મોકલી આપ્યા હતા અને મામલો ઠાળે પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાત માંથી અન્ય રાજ્યમાં જવા ઇચ્છતા પરપ્રાંતીઓ માટે હવે ઓનલાઇન અરજી કરીને પાસ મેળવવા માટે  સુવિધા કરવામાં આવી છે , પરંતુ પોતાની પાસે ઓનલાઇન અરજી કરવા માટે કોઈજ વ્યવસ્થા ન હોવાના કારણે પણ પરપ્રાંતીય વર્ગમાં ભરે નારાજગી જોવા મળી રહી છે

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTઅંકલેશ્વર પાલિકા તંત્ર અને પોલીસ તંત્રએ વેપારીઓ સાથે બેઠક યોજી
OLDER POSTઆજે કોરોના મુક્ત બન્યું નર્મદા જિલ્લો

COMMENTS

Wordpress (0)
Disqus (0 )