લોકડાઉન માં સતત ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારિઓ ને પ્રોત્સાહિત કરાયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હાલ માં દુનિયા ભરમાં કોરોના વાયરસ મહારોગ ના ભરડા માં આવી ગયું છે ત્યારે આપડુ ભારત દેશ માં પણ કોરોના વાયરસ નું સંક્રમણ વધ્યું છે હાલ માં ગુજરાત રાજ્ય માં પણ ઘણા કેશો જોવા મળિયા છે. આ બાબતે કેન્દ્ર સરકારે પણ લોકો ની આરોગ્ય ની ચિંતા કરી ને સમગ્ર ભારતમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. આ લોકડાઉન માં સમગ્ર રાજ્ય માં પોલીસ ના જવાનો, ડોકટરો, મેડિકલ સ્ટાફ, મીડિયા કર્મીઓ, પોતાના પરિવાર ની પરવા કર્યા વગર પોતાના જાન જોખમ માં મૂકી ને સમગ્ર રાજ્ય મા પુરા ઈમાનદારી થી લોકોની સેવા કરી રહિયા છે આ સેવા ની લોકો પુરે પુરી નોંધ લઈ લોકો ના મુખે વખાણ સાંભળવા મલિયા હતા અને ખાસ કરીને પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. જે જોઈને લોકોની રજુઆત થી સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્રકુમાર બગડીયા સાહેબની સૂચના અને લીંબડી ડી.વાય.એસ.પી. શ્રી બસિયા સાહેબના માર્ગદર્શન મુજબ લોકડાઉન શરૂ થયું ત્યારથી સતત ફરજ બજવતા પોલીસ કર્મચારીઓને સારી રીતે ફરજ બજાવવા બદલ લીંબડી સી.પી.આઈ. આર.જે.રામ સાહેબઅને લીંબડી પી.એસ.આઈ.વરૂ સાહેબ તથા ચુડા પી.એસ.આઈ.મહિડા સાહેબ દ્વારા પો.સ્ટે વિસ્તારમાં ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને ફૂલ અર્પણ કરી ફ્રુટ, છાશ ,લીંબુ શરબત આપીને અભિનંદન પાઠવી.તેમની ફરજ બિરદાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા..

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTમૃત્યુદિવસ………………ચંદ્રવદન મહેતા
OLDER POSTકોરોના વોરિયર શ્રી નરેન્દ્રસિંહ રાઠોડનું સોસાયટી નાં રહીશો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )