આજે નર્મદાના જેટલા સેમ્પલ વડોદરા સયાજી હોસ્પિટલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગઈકાલે મોકલેલા 13 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.
ઉનાળાની ગરમી શરૂ થતાં નર્મદામાં કફ-શરદીમાં 170 દર્દીઓ નોંધાયા છે તાવના 48 દરદીઓ, ઝાડા-ઊલટીના 41 દર્દીઓ નોંધાયા.
આજે રાજપીપળા ખાતે એપેડેમીક ઓફીસર ડો. કશ્યપે કોરોનનો સત્તાવાર રિપોર્ટ ની માહિતી આપતા જણાવ્યું છે. કે આજે 18 જેટલા સેમ્પલ વડોદરા સયાજી હોસ્પિટલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવવાનો બાકી છે, પણ ગઈ કાલે જે 13 સેમ્પલો મોકલેલા તે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
વધુમાં નર્મદાના આરોગ્ય વિભાગે ડિસ્ટ્રિક્ટ સર્વે રિપોર્ટમાં મળેલી માહિતી અનુસાર ઉનાળાની ગરમી શરૂ થતાં નર્મદા જિલ્લામાં કફ શરદી ના 170 દર્દીઓ નોંધાયા છે. તાવ ના 48 દરદીઓ ઝાડા-ઊલટીના 41 દર્દીઓ નોંધાયા છે જેની સારવાર આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાઈ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTફરજ સાથે બંદગી..પવિત્ર રમજાન માસમાં કોરોના ની ફરજ વચ્ચે 108 ના રાજપીપળાના બે મુસ્લિમ કર્મીઓ (પાયલોટ ) 108 માજ નમાજ પઢે છે.
OLDER POSTનર્મદા માં કોરોના વાયરસ લોકડાઉન સંદર્ભે કુલ 659 કેસો કરી 1322 ઈસમો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )