લોક ડાઉન મા ગબ્બર ખાતે ચોરી, 51 શક્તિપીઠ તમિલનાડુ ના ત્રણ મંદિરો મા તસ્કરો ત્રાટકયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

(અમિત પટેલ.અંબાજી)
શક્તિ ભક્તિ અને પ્રકૃતિ નું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે અંબાજી ખાતે વર્ષો પહેલાં આવતા માઈ ભક્તો ગબ્બર પાછળ આવેલી તેલિયા નદી મા સ્નાન કરી માતાજી ના દર્શન કરવા આવતા હતા વર્ષો બાદ આ પ્રણાલિકા દૂર થઈ છે અને હવે ગબ્બર તળેટી ખાતે 51 શક્તિપીઠ કરોડો રૂપિયા ના ખર્ચે ગબ્બર પર્વત આસપાસ 50 મંદિરો બનાવવામાં આવ્યા છે જેનું લોકાર્પણ નરેન્દ્ર મોદી દ્વારા 2013 મા કરવામાં આવ્યું હતુ આ 51 શક્તિ પીઠ મા 20 કરતા વધુ જી આઇ એસ એફ એસ ના ગાર્ડ ફરજ બજાવતા હોવા છતા આજે સવારે ત્રણ મંદિરો ના તાળા તૂટેલા હોઈ પોલીસ ને જાણ કરવામાં આવી હતી
51 શક્તિપીઠ ની ઓફિસ ગબ્બર પર્વત તળેટી થી મળતી માહિતી પ્રમાણે આજે શનિવારે 32 નંબર મંદિર ના મહારાજ પ્રહલાદ જોષી 51 શક્તિપીઠ ખાતે આવતા તાળા ખુલેલા જોઈ તેમને અંબાજી મંદિર ટ્રસ્ટ ને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી હતી આ મંદિરો તમિલનાડુ ના ત્રણ મંદિરો હતા જેમની દાન પેટી મા રૂપિયા હતા નહી પણ ચોરો માત્ર તિજોરી તોડી સામાન વેર વિખેર કરી ભાગી ગયા હતા

પ્રહલાદ જોષી, પૂજારી,32 નંબર મંદિર

તેમને મીડિયા ને માહિતી આપી હતી કે હું નિત્ય ક્રમ મુજબ મારા મંદિર ખાતે આવતા અહી ત્રણ મંદિરો ના તાળા તૂટેલા હતા આથી મે 51 શક્તિ પીઠ ની ઓફિસ પર જાણ કરી હતી

જી આઇ એસ એફ એસ ની મોટી બેદરકારી

ગબ્બર 51 શક્તિપીઠ ખાતે જી આઇ એસ એફ એસ ના ગાર્ડ મોટી સંખ્યામાં ફરજ બજાવતા હોય છે તેમ છતાય અહી ઘણી વાર ચોરી ના બનાવો બની રહ્યા છે અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ આવા બેદરકાર ગાર્ડ પર કાયદેસર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે

આ મંદિરો નું લોકાર્પણ મોદી એ કર્યું હતું

ગબ્બર પર્વત પાછળ આવેલા મંદિર નંબર 30,32 અને 33 તમિલનાડુ રાજ્યના મંદિરો જેવી પૂજા અર્ચના અહી થાય છે

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTપંચમહાલ જિલ્લા માં પરપ્રાંતીઓ(મજૂરો) ને ઘરે પાછા જવા માટે કોઈજ પરવાનગી કે સાધન સુવિધા હજુ સુધી મળી નથી.પંચમહાલ જિલ્લા માં પરપ્રાંતીઓ(મજૂરો) ને ઘરે પાછા જવા માટે કોઈજ પરવાનગી કે સાધન સુવિધા હજુ સુધી મળી નથી.
OLDER POSTપાલઘરમાં થયેલ સાધુઓની હત્યાની સીબીઆઈ અથવા એનઆઈએની તપાસ કરવા રજુઆત.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )