બનાસડેરી ના ફિલ્ડ સ્ટાફ દ્વારા દિયોદર ની ડેરી ઓને સેનેટાઇઝર નો છંટકાવ કરાયો..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

દિયોદર તાલુકા ની દરેક દૂધ મંડળીઓ ના દૂધ ગ્રાહકો દ્વારા સ્વેચ્છાએ ઉદાર હાથે પીએમ /મુખ્યમંત્રી રાહત ફંડ માં 68 લાખ થી વધુ નું દાન પણ આપવા માં આવ્યું….

રાજ્ય માં કોરોના વાઇરસ ની મહામારી છે જેમાં બનાસકાંઠા જિલ્લા માં પણ કોરોના વાઇરસ પ્રવેશતા લોકો હવે સાવચેતી રાખી રહ્યા છે જેમાં બનાસડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી ના દિશા સૂચન થી બનાસ ડેરી ફિલ્ડ સ્ટાફ દ્વારા દિયોદર તાલુકા ની દૂધ સહકારી મંડળી ઓ પર દૂધ ગ્રાહકો ને એક મીટર નું અંતર રાખી દૂધ ભરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ દૂધ મંડળીઓ દ્વારા દરેક દૂધ ગ્રાહકો ને વિનામૂલ્યે માસ્ક નું વિતરણ પણ કરવા માં આવ્યું છે જેમાં બનાસડેરી નો ફિલ્ડ સ્ટાફ ગામો ગામ જઇ દૂધ ગ્રાહકો ને એક સાથે ના બેસવું અને દરેક દૂધ મંડળી પર સાફ સફાઈ રાખવી અને જંતુનાશક દવાઓ નો પણ છંટકાવ કરવામાં આવે છે દૂધ મંડળી પર સેનેટરી spray bottle નો પણ ઉપયોગ કરવામાં આવી રહો છે દૂધ સંઘ ના ફિલ્ડ સ્ટાફ દ્વારા જીવ ના જોખમે પણ દૂધ ગ્રાહકો માં જાગૃતતા આવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે પણ આ ફિલ્ડ સ્ટાફ રાત દિવસ આ કામગીરી કરી રહ્યો છે તેમજ દરેક દૂધ મંડળીઓ માં ફિલ્ડ સ્ટાફ દ્વારા કોરોના વાયરસ થી બચવા અને સ્વચ્છતા રાખવા માટે સૂચનાઓ આપવા માં આવી રહી છે

અહેવાલ : રઘુભાઈ નાઈ દિયોદર…

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTજૈન જાગૃતિ સેન્ટર, અંકલેશ્વર દ્વારા વોક ઇન સેનેટાઇઝર મશીન અંકલેશ્વર તાલુકા સેવા સદનને અર્પણ
OLDER POSTકોરોના વાયરસ સામે પાંચ વર્ષના માસુમ બાળકે જંગ જીત્યો…

COMMENTS

Wordpress (0)
Disqus (0 )